વાપી : વાપી (Vapi) કબ્રસ્તાન રોડ પર રહેતા કપડાના વેપારી (cloth merchant) યુનુસ મુમતાજ અહેમદ ખાનને ચાર શખ્સોએ માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ વાપી ટાઉન પોલીસ (Police) મથકમાં નોંધાઈ છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે એકતા બિલ્ડીંગની સામે યુનુસ ખાન તેમજ તેના બે મિત્રો સુફીયાન અને શાહનવાઝ બેઠા હતા ત્યારે ચલા ચોકી ફળીયાના રહેવાસી ધમલી તેમજ બાબુ લાલ તથા કબ્રસ્તાન રોડ ઉપર રહેતા કિરણ પટેલ તથા પ્રિતેશ પટેલ ત્યાં આવીને ગાળો આપીને ઢીકમુક્કીનો માર મારી લાકડાથી પણ મારવા લાગ્યા હતા.
સુફીયાન અને શાહનવાઝ છોડાવવા વચ્ચે પડતા તેમને પણ માર મારવા લાગ્યા હતા. આમ માર મારતા બીક લાગતા ત્રણે ત્યાંથી ભાગી ગયા હતા. ત્યાર બાદ મિત્રને બોલાવી યુનુસ ખાન પહેલા ચલા સરકારી દવાખાનામાં તથા ત્યાર બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે એમ્બ્યુલન્સમાં જઈ સારવાર માટે દાખલ થયો હતો. વાપી ટાઉન પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સોશ્યિલ મીડિયા:સમાજમાં ઘર્ષણ પેદા થાય તેવી પોસ્ટ કરનાર વાપીના ઇસમ સામે ગુનો નોંધાયો
પીના ખોજા સોસાયટીમાં રહેતો ઇસમ થોડા દિવસથી સોશ્યિલ મીડિયામાં ગમે તેમ પોસ્ટ કરતા તેનાથી સમાજની અંદર ઘર્ષણ પેદા થાય તેમ જણાઇ આવતા ટાઉન પોલીસે તાત્કાલિક તેની સામે કાયદેસરનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.વાપી ખોજા સોસાયટીમાં રહેતો આરોપી રહીમ સમનાણી અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યો છે. ઝંડાચોક ઉપર જાહેરમાં ગમે તેમ બેફામ ગાળો બોલી આવતા જતા લોકોને હેરાન કરતા તેની સામે પોલીસને ફરિયાદ કરાઇ હતી. જ્યારે પોતાની જ સોસાયટીમાં નીચે ઉભેલા સ્થાનિકો સાથે મારામારી કરી તેઓ ઉપર લાકડાથી હુમલો કરતા આ અંગે પણ પોલીસમાં ફરિયાદ કરાઇ હતી.
ધાર્મિક લાગણી દૂભાય તેવી પોસ્ટ કરવા બદલ કાર્યવાહી કરી
જેમાં તેની ધરપકડ પણ કરાઇ હતી. થોડા દિવસથી આરોપી રહીમ સોશ્યિલ મીડિયામાં ગમે તેમ લખી પોસ્ટ કરતા આ બાબતની જાણ પોલીસને કરાઇ હતી. સમાજની અંદર ઘર્ષણ પેદા થાય તે ઉદ્દેશ્યથી પોસ્ટ મૂકનારા આરોપી રહીમ સામે પોલીસે કલમ 153 અને આઇટી એક્ટ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.આરોપીએ અગાઉ પણ રાજકીય નેતાને ગાળો દેતા વિડીયો ફેસબૂક ઉપર અપલોડ કર્યા હતાં. આખરે પોલીસે સમાજીક અને ધાર્મિક લાગણી દૂભાય તેવી પોસ્ટ કરવા બદલ કાર્યવાહી કરી છે.