National

બિહારમાં વંદે ભારત ટ્રેન અકસ્માત: ત્રણ કિશોરોના મોત, બે ગંભીર ઘાયલ

બિહારમાં એક દુઃખદ ઘટના બની છે. જ્યાં આજ રોજ તા. 3 ઓક્ટોબરે વંદે ભારત એક્સપ્રેસની ટક્કરથી પાંચ કિશોરો અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાંથી ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત પૂર્ણિયા જિલ્લાના કસ્બા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કટિહાર-જોગબની રેલ્વે લાઇન પર યવનપુર રેલ્વે ક્રોસિંગ નજીક થયો હતો. મળતી માહિતી મુજબ રેલ્વે લાઇન ક્રોસ કરતી વખતે વંદે ભારત એક્સપ્રેસની ટક્કરનો ભોગ બન્યા હતા.

વહેલી સવારે બની ઘટના
પ્રાથમિક માહિતી મુજબ આજ રોજ તા. 3 ઓક્ટોબર શુક્રવારે વહેલી સવારે લગભગ 5 વાગ્યેની આસપાસ આ દુર્ઘટના બની હતી. દશેરાનો મેળો જોઈને પરત ફરી રહેલા કિશોરોને વંદે ભારત ટ્રેન અડફેટે લઈ ગઈ હતી. ટ્રેનની ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણ કિશોરોના ઘટનાસ્થળે જ મોત થયા. જ્યારે બાકી બે ઘાયલ કિશોરોને તરત જ સ્થાનિક લોકોએ પૂર્ણિયાની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર છે.

મૃતકોની ઓળખ
પોલીસે જણાવ્યું કે મૃત્યુ પામેલા કિશોરો અને ઘાયલો પૂર્ણિયા જિલ્લાના બનમાંખી બ્લોકના ચાંદપુર ભાંગાહા ગામના રહેવાસી છે. તેઓ પૂર્ણિયામાં માખાના ફેક્ટરીમાં કામ કરતા હતા અને દશેરાના મેળા માટે કસ્બા આવ્યા હતા. પરત ફરતી વખતે અકસ્માતનો ભોગ બન્યા. ઘટનાસ્થળેથી એક મોબાઇલ ફોન પણ મળ્યો છે જેના આધારે પોલીસ તપાસ આગળ વધારી રહી છે.

પોલીસ અને આરપીએફની કાર્યવાહી
અકસ્માતની જાણ થતાં જ કસ્બા પોલીસ સ્ટેશન અને આરપીએફની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ પછી મૃતદેહો પરિવારને સોંપવામાં આવશે.

દશેરા મેળાથી પરત ફરી રહ્યા હતા
આ કિશોરો કસ્બામાં યોજાયેલા દશેરા મેળામાં હાજરી આપવા આવ્યા હતા. સ્થાનિક સ્તરે મળી રહેલી માહિતી મુજબ તેઓ રેલ્વે લાઇન ક્રોસ કરતી વખતે વંદે ભારત એક્સપ્રેસની ટક્કરનો ભોગ બન્યા.

દુઃખ અને શોકનો માહોલ
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું માહોલ છે. એક સાથે ત્રણ યુવાનના મોતથી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઘાયલોના પરિવારજનો હોસ્પિટલમાં પહોંચ્યા છે અને તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતિત છે.

Most Popular

To Top