Dakshin Gujarat

વલસાડના ચકચારિત વૈશાલી હત્યા કેસની આરોપીને વૈશાલીના પિતાની મારી નાંખવાની ધમકી

નવસારી, વલસાડ : વલસાડના ચકચારિત વૈશાલી બલસારા હત્યા કેસની આરોપી બબીતાને સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં વૈશાલીના પિતાએ બબીતા, તેના પતિ અને નવજાત પુત્રીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા બબીતાના પતિએ નવસારી ટાઉન પોલીસ મથકે અરજી કરી છે.બબીતાના પતિએ નવસારી ટાઉન પોલીસ મથકે કરેલી અરજી મુજબ, વલસાડ વૈશાલી બલસારાના હત્યા કેસની આરોપી બબીતા નવસારી સબજેલ છે. ગત 16મીએ બબીતાએ પુત્રીને જન્મ આપ્યો હોવાથી તેણીને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે મેટરનીટી વોર્ડમાં પોલીસ કસ્ટડી હેઠળ રાખવામાં આવી છે. આજે બપોરે બબીતા નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતી.

બબીતાના પતિ જીજ્ઞેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ સાથે વોર્ડની બહાર બેઠા

બબીતાના પતિ જીજ્ઞેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ સાથે વોર્ડની બહાર બેઠા હતા. ત્યારે 60 વર્ષની ઉંમરની વ્યક્તિએ આવી જીજ્ઞેશભાઈને પૂછ્યું હતું કે, બબીતાના પતિ કોણ છે. જેથી જીજ્ઞેશભાઈએ બબીતાનો પતિ હું છું તેમ કહેતા તે વ્યક્તિએ ઉશ્કેરાઈ જઇ અપશબ્દો બોલી તારી પત્નીએ મારી દીકરી વૈશાલીને મારી નાંખી છે, હવે હું આવી ગયો છું અને તારી પત્નીએ પણ એક છોકરીને જન્મ આપ્યો છે. હું મારી દીકરીના ખુનનો બદલો લઈને રહીશ અને તારી પત્નીને જાનથી મારી નાંખવાની ધમકી આપી અપશબ્દો બોલતા હતા. તેમજ બબીતાની નવજાત પુત્રીને પણ ગમેતેમ બોલતા હાજર પોલીસ કોન્સ્ટેબલે તેમને અપશબ્દો બોલવા અને ધમકીઓ આપવા ના પાડી જતા રહેવા જણાવ્યું હતું.

વૈશાલીના પિતાએ વોર્ડમાં આવી બબીતા અને નવજાત પુત્રીને મારી નાંખવાની ધમકી આપી

પરંતુ તેઓ ત્યાંથી ગયા ન હતા અને વૃદ્ધ સાથે આવેલા યુવાને પણ અપશબ્દો બોલતા પોલીસ કોન્સ્ટેબલે તેઓએ સમજાવી બહાર મૂકી આવ્યા હતા. ત્યારબાદ જીજ્ઞેશભાઈએ પત્ની બબીતા પાસે જઇ વૈશાલીના પિતાએ વોર્ડમાં આવી બબીતા અને નવજાત પુત્રીને મારી નાંખવાની ધમકી આપી ગયા હોવાનું જણાવ્યું હતું. આ બાબતે બબીતાના પતિ જીજ્ઞેશભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે મૃતક વૈશાલીના પિતા મરહુમ બલસારા અને અન્ય એક ઇસમ વિરૂદ્ધ અરજી કરી છે.

Most Popular

To Top