વલસાડ: વલસાડની (Valsad) ગાયિકા (Singar) વૈશાલીની (Vaishali) હત્યા (Murdar) કરનાર સુખવિન્દર ઉર્ફે સુખો ઉર્ફે ઇલુ, તેના સાથી ત્રિલોકસીંગ બાદ હવે તેનો ત્રીજો સાથીદાર પ્રવીણ (Pravin) ઉર્ફે પીન્ની (Panni) પણ પકડાઇ ગયો છે. પ્રવીણ ઉર્ફે પીન્ની હાલ પોલીસના રિમાન્ડ પર છે. ત્યારે પારડી પોલીસે તેની સાથે ફરીથી હત્યાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.ગાયિકા વૈશાલીની મફલર વડે ગળું દબાવી હત્યા થઇ હતી. આ ગળું દબાવવાનો રોલ પીન્નીએ કર્યો હતો. ત્યારે તેના પકડાવા બાદ પોલીસે પીન્નીની સાથે રાખી કારમાં કાલ્પનિક કેરેક્ટરો ભેગા કર્યા હતા અને પીન્નીના બયાન મુજબ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
આગલા આરોપીઓના નિવેદનોની પણ ચકાસણી કરી
આગલા આરોપીઓના નિવેદનોની પણ ચકાસણી કરી હતી અને સંયોગિક પુરાવા એકત્ર કરવાનું કાર્ય કર્યું હતું. આ રિકન્સ્ટ્રક્શન પોલીસ સ્ટેશનની બહાર એક કારમાં થયું હતું. જેમાં વૈશાલી, બબિતા તેમજ અન્ય આરોપીઓમાં સુખો અને ત્રિલોકસીંગના પાત્રોને પણ ઉભા કરાયા હતા. તેમજ પીન્નીની વાત મુજબ તેમની પાસેથી વર્તન કરાવાયું હતું.
પુછતાછ બાદ તેણે જેને સોપારી આપી એની તપાસ હાથ ધરી
તેની પુછતાછ બાદ તેણે જેને સોપારી આપી એની તપાસ હાથ ધરી હતી. જેમાં તેમણે સોપારી લેનાર કોન્ટ્રાક્ટ કિલર સુખવિન્દર ઉર્ફે સુખાને પકડી પાડ્યો હતો. જોકે, ગળું દબાવી વૈશાલીની હત્યા કરનારો પકડાયો ન હતો. વૈશાલીની હત્યા કરનારામાં ત્રિલોકસિંગ બાદ પ્રવિણસીંગ ઉર્ફે પીન્ની કમરજીતસીંગ વીરસીંગ મજવીશીખ (ઉ.વ.20) ને પણ પોલીસે પંજાબથી પકડી પાડ્યો છે.પ્રવિણ ઉર્ફે પીન્નીએ ત્રિલોકસિંગ સાથે મળી વૈશાલીને મોતને ઘાટ ઉતારી હતી. પ્રવિણે જ તેનું મફલર વડે ગળું દબાવ્યું હતુ. જ્યારે ત્રિલોકે તેને પકડી રાખી હતી. તેણીની હત્યાને અંજામ આપી આ ત્રણે જણા તેની કારને પાર નદી કિનારે મુકી આવ્યા હતા અને પછી સુરત પહોંચ્યા અને ત્યાં રાત રોકાઇને પોતાના વતન પરત ફર્યા હતા.
અગાઉ આ આરોપીઓમી ધરપકડ કરાઈ હતી
હાઇ પ્રોફાઇલ હત્યા કેસના મુખ્ય આરોપી અને વૈશાલીની હત્યા કરનાર લુધિયાણાના કોન્ટ્રાક્ટ કિલર સુખવિન્દર ઉર્ફે સુખો ઉર્ફે ઇલુ, તેના સાથી ત્રિલોકસીંગ બાદ હવે તેમનો ત્રીજો સાથીદાર પ્રવિણ ઉર્ફે પીન્ની પણ પકડાઇ ગયો છે.વલસાડની ગાયિકા વૈશાલી બલસારાને તેની જ કારમાં મોતને ઘાટ ઉતારી તેને પારડી પાર નદી પાસે મુકી આવી તેની હત્યાને અંજામ આપ્યો હતો. આ કેસમાં પોલીસે આખી હત્યાનું કાવતરૂં રચનારી 9 માસની ગર્ભવતી એવી બબિતા કૌશિકની ધરપકડ કરી હતી.