વલસાડ : વલસાડમાં (Valsad) સાઇબર ફ્રોડના (Cyber Faraud) અનેક બનવો બનતા રહ્યા છે. જેમાં સાઇબર ફ્રોડ વિવિધ પ્રકારની વેબસાઇટ થકી પોતાના નંબર હેલ્પલાઇન તરીકે મુકી દેતાં હોય છે. આવી જ રીતે કપડાની વેબસાઇટ મન્ત્રાના હેલ્પ લાઇન નંબર (Help Line No) તરીકે પોતાનો નંબર મુકી દેતાં વલસાડનો યુવાન તેની જાળમાં ફસાયો અને છેતરાઇ ગયો હતો. વલસાડના યુવાને મન્ત્રા વેબસાઇટ પરથી પર્ફ્યુમનો ઓર્ડર આપ્યો હતો. જેમાં કોઇ ભૂલ થતાં તેણે તેમના હેલ્પ લાઇન નંબર માટે ગુગલ સર્ચ કર્યું. જેમાં પ્રથમ તો મન્ત્રાનો ઓફિસિયલ નંબર આવ્યો હતો, પરંતુ એ નહીં લાગતા તેની સાથે આવેલા અન્ય નંબર પર તેણે ફોન લગાવ્યો હતો. જે સીધો સાઇબર ફ્રોડને લાગ્યો હતો.
છેતરપિંડી થાય તો તુરંત 1930 પર ફોન કરો
સાઇબર ફ્રોડે તેમને એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવ્યું અને તેની બેંક ડિટેઇલ લઇ તેના ખાતામાંથી રૂ. 2900 ઉપાડી લીધા હતા. સદનસીબે તેના ખાતામાં ઓછું બેલેન્સ હતુ, જેના કારણે તેને મોટું નુકશાન થતું રહી ગયું હતુ. આ બનાવ બાદ તેને તુરંત છેતરાવાની જાણ થતાં તેણે સાઇબર પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.સાઇબર ફ્રોડના ગુનામાં છેતરપિંડીના ગણતરીના કલાકોમાં છેતરપિંડી થાય તો સાઇબર હેલ્પલાઇન 1930 પર તુરંત કોલ કરવો જોઇએ. તો ગુમાવેલા પૈસા પરત મેળવવાની શક્યતા રહેતી હોય છે. જેના માટે વલસાડ પોલીસ પણ સતત જાહેરાત કરતી રહે છે.