Trending

વેલેન્ટાઈન વિક : સેલિબ્રેશનની બદલાય રીત : મિજાજ પ્રમાણે અપાય છે ગિફ્ટ

ડે ની વણઝાર શરૂ થઈ ચૂકી છે. આમ તો આવા સેલિબ્રેશનમાં યુવાનોને વધારે રસ હોય છે. યુવાઓ જ સૌથી વધારે આવા દિવસોની ઉજવણી કરતા હોય છે પણ હવે આ ડે ફક્ત સેલિબ્રેશન પૂરતા નથી રહ્યા પણ આજની પેઢી પોતાના પાત્રની પસદ નાપસંદ અને શોખ નો પૂરેપૂરો ખ્યાલ રાખી ઉજવી રહયા છે. યુવાનો સેલિબ્રેશન નો અંદાજ જ અનોખો હોય છે. વેલેન્ટાઈન વિક (VALENTINE WEEK)ની ઉજવણી પણ કેટલાક લોકો પોતાના સામેના પાત્રના શોખને ધ્યાને લઇ કંઈક હટકે સ્ટાઈલમા કરી રહયાં છે આવો જાણીએ એમનું ડેઇઝનું સેલિબ્રેશન આ વખતે કેવું હશે ?

વાઇફને ગાર્ડનિંગ નો ખુબ જ શોખ હોવાથી રોઝ ડેમાં અલગ અલગ પ્રકારના 51 રોઝ ગિફ્ટ કરીશ : ભરત કાક્લોતર

ભરતભાઈ જણાવે છે કે ‘મારી વાઇફને સરપ્રાઈઝ ખુબજ પસંદ છે. જેને હું અમારી લાઈફની દરેક સ્પેશ્યલ મુવમેન્ટ પર અલગ અલગ ગિફ્ટ અને સરપ્રાઈઝ આપતો જ હોવ છે. અને તેને મારી વેઈટ હોય જ છે કે કોઈ સ્પેશ્યલ ડે આવે છે તો મને ગિફ્ટ મળશે જ. પણ હું દર વખતે કંઈક ને કંઈક અલગ કરતો હોવ છું આ વખતે વિચારું છું કે તેની પસંદને આધારે રોઝ ડે ઉજવું. મારી વાઇફને ગાર્ડનિંગ નો ખુબ જ શોખ છે આથી હું તેને આ રોઝ ડેમા અલગ અલગ પ્રકારના 51 રોઝ ગિફ્ટ (51 ROSE IN GIFT) કરીશ. જેથી રોઝ ડે પણ ઉજવાય જાય અને સાથોસાથ તેનો ગાર્ડનિંગ નો શોખ પણ પૂરો થઈ જાય. મેં અત્યારથી જ 51 ડિફરન્ટ ફલાવરનો ઓર્ડર પણ આપી દીધો છે જે 7 તારીખે મારા ઘરે ફલાવરની ડિલેવરી કરશે જેથી તે સરપ્રાઈઝ થઈ જાય.’

હું તેને મારી જાતે બનાવેલ ચોકલેટ કાર્ડ આપીશ : પ્રદીપ પંડ્યા

પ્રદીપ પંડયા જણાવે છે કે ‘ચોકલેટ ડે (CHOCOLATE DAY) મા આ વખતે હું તેને અલગ રીતે ચોકલેટ આપીશ. ચોકલેટ તો આપીશ પણ સાથે મારી લાગણી પણ ચોકલેટ થકી દર્શાવીશ. જેથી એક સાથે બે કામ થઈ જાય.અને આમ પ્ણ મારી વાઇફને ચોકલેટ ખૂબ જ પ્રિય છે . દર વર્ષ હું તેને અલગ અલગ બ્રાન્ડની ચોકલેટ ગિફ્ટ કરું છું. આ વખતે હું તેને ચોકલેટ કાર્ડ આપીશ. જેમાં કાર્ડમાં વચ્ચે વચ્ચે શબ્દને બદલે ચોકલેટ વાપરી મારી લાગણી તેને દર્શાવિશ આવી આઈડિયા મેં ઈન્ટરનેટ પરથી લીધી હતી અને કેટલાય દિવસથી એવા શબ્દો કાર્ડમાં ગોઠવું છું જેમાં હું શબ્દને બદલે તે શબ્દ રિલેટેડ ચોકલેટ વાપરી શકું. ‘

તે મને રમકડાનું ટેડી આપશે હું તેને સાચું ટેડી બિયર આપીશ : અંકિતા બડગુજર

અંકિતા જણાવે છે કે આ વખતે અમારું આ વેલેન્ટાઈન વીક સ્પેશ્યલ છે. હું પ્રેગ્નેટ છું અને મારા આ છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. ગમે ત્યારે ટેડી બિયર આ દુનિયામાં આવી શકે છે. અને આ ટેડી ડે (TEDDY DAY) ના દિવસે જ મારા હસબન્ડનને સાચું ટેડીબિયર એટલે કે અમરું બેબી ગિફ્ટ છે. તેઓ મને દર ટેડી ડે ના દિવસે ટેડી ગિફ્ટ કરતા અને એમ કહેતા કે મને તું સાચું ટેડી ક્યારે આપીશ. જો કે આ ટેડી ડે ના દિવસે તેમની ઈચ્છા પુરી થઈ જશે. આ વેલેન્ટાઈન વીકનો ટેડી ડે અમારી માટે ખૂબ સ્પેશ્યલ હશે

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top