National

વૈષ્ણોદેવી-અમરનાથ અને સુવર્ણ મંદિરને બોમ્બની ધમકી મળી, અહીં મળ્યો આતંકવાદીનો પત્ર

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) ત્રણ આતંકી ઘટનાઓ બાદ અંબાલા રેલવે સ્ટેશન (Ambala Railway Station) પર આતંકી હુમલાની (Terrorist attacks) ધમકી આપતો પત્ર મળ્યો હતો. આ પત્રમાં (letter) કહેવામાં આવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં મોટી આતંકી ઘટનાઓને અંજામ આપવામાં આવશે.

પત્રમાં જણાવ્યા અનુસાર પંજાબનું સુવર્ણ મંદિર, વૈષ્ણો દેવી મંદિર અને અમરનાથ મંદિર આતંકવાદીઓના નિશાન પર હશે. આ સાથે જ જમ્મુ-કાશ્મીરના ઘણા રેલવે સ્ટેશન પણ આતંકવાદીઓના નિશાના પર હોઇ શકે છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, “હે ભગવાન, કૃપા કરીને મને માફ કરો, અમે ચોક્કસપણે જમ્મુ-કાશ્મીરમાં અમારા જેહાદીઓના મોતનો બદલો લઈશું. અમે 21 જૂને જમ્મુના કઠુઆ, પઠાણકોટ બિયાસ, ભટિંડા રેલવે સ્ટેશનો પર બોમ્બથી હુમલો કરીશું. ત્યાર બાદ કટરા વૈષ્ણો દેવી, અમરનાથ મંદિર, અમૃતસરના સુવર્ણ મંદિરને ઉડાવી દેવામાં આવશે, આ વખતે અમે જમ્મુ-કાશ્મીરને લોહીથી રંગીશું, તો જ ભગવાન મને માફ કરશે.

એરિયા કમાન્ડરે પત્ર લખ્યો
પત્ર મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ આ પત્રની તપાસ કરી રહી છે. ગઇકાલે શુક્રવારે 15 જૂનના રોજ રેલવે પોલીસને અંબાલા રેલવે સ્ટેશન પર આ ધમકીભર્યો પત્ર મળ્યો હતો, જેની તપાસ ચાલુ છે. ત્યારે પત્રના અંતમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના એરિયા કમાન્ડર કુલા નૂર અહેમદ દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે.

યાત્રાળુઓ પર થયો હતો હુમલો
આ મહિને આતંકવાદીઓએ યાત્રાળુઓની બસોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. જેમાં 9 જૂનના રોજ આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના રાયસીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. આ હુમલામાં ડ્રાઈવરને સૌથી પહેલા ગોળી વાગી હતી અને બસ તેના કાબુ બહાર જઈને ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માત પછી પણ આતંકીઓએ ગોળીબાર ચાલુ રાખ્યો હતો. તેમજ આ હુમલામાં કુલ 10 લોકોના મોત થયા હતા.

છત્તીસગઢમાં 15 જૂને ભારતીય સેનાની સર્જીકલ સ્ટ્રાઇક
નારાયણપુર જિલ્લાના માડ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં, નારાયણપુર-કોંડાગાંવ-કાંકેર-દંતેવાડા DRG, STF અને ITBP 53મી બટાલિયનના દળો સામેલ છે અને નક્સલવાદીઓ સામે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે છત્તીસગઢના નારાયણપુર વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે આજે 15 જૂનના રોજ અથડામણ થઇ હતી. જેમાં આઠ નક્સલવાદીઓને ભારતીય સેનાએ ઠાર માર્યા હતા.

Most Popular

To Top