વડોદરા: મોટા ભાગે માણસ પોતાની શકિત તેમજ પોસ્ટનો ખોટી રીતે ઉપયોગ કરતો હોય તેવું આપણે જોયું છે તેમજ આવા કિસ્સાઓ સાંભળ્યાં છે. આવી જ એક ઘટના વડોદરાના નંદેસરી બજારમાં 2જી એપ્રિલાન રોજ રાત્રિના સમયે ઘટી હતી. મળતી માહિતી મુજબ વડોદરાના છાણી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલે એક કિશોરને જાહેરમાં કારણ વગર માર માર્યો હતો. આ ઘટના પછી પોલીસ કોન્સ્ટેબલ શકિતસિંહ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમજ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
- પોલીસ કમિશનરે વઘુ તપાસ માટેના આદેશ આપ્યા
- પોલીસ કોન્સ્ટેબલ તે સમયે નશાની હાલતમાં હતો
મળતી માહિતી મુજબ છાણી પોલીસ સ્ટેશનની મોબાઇલ વાનમાં ડ્રાઇવર તરીકેનું કાર્ય કરતાં પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગટોરસિંહ પાવરા તથા મહિલા કર્મચારી વહીવટી કામ માટે સરકારી ગાડીમાં નંદેસરી પોલીસ સ્ટેશન આવ્યા હતા. કામ પૂર્ણ થતાં જ તેઓ પરત છાણી પોલીસ સ્ટેશન જવા નીકળ્યા હતા. આ દરમ્યાન એક કિશોર રસ્તા પર તેઓની વાન સામેથી પસાર થતો હતો. પોલીસ કોન્સ્ટેબલ શકિતસિંહને ગુસ્સો આવતા તેઓ ગાડીમાંથી ઉતરી તેમજ કિશોરને પકડી માર મારવા લાગ્યાં હતાં. પોલીસ કોન્સ્ટેબલ શકિતસિંહે યુવકને હાથ ઊંધો વાળીને માથાના ભાગે માર માર્યો હતો. આ સાથે કિશોરને ગુપ્ત ભાગે પણ લાતો મારી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં તેમજ તેઓએ કિશોરની મેડિકલ ચેકઅપ માટે મોકલી દીઘો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ કોન્સ્ટેબલ તે સમયે નશાની હાલતમાં હતો. તેને કોઈ પણ જાતનું ભાન ન હતું. આ ઘટના ઘટવાની સાથે જ સમગ્ર ગ્રામજનોમાં રોષનો માહોલ છવાઈ ગયો હતો. તેઓ આ કિશોરને ન્યાય અપાવા માટે નંદેસરી પોલીસ મથકે પહોંચ્યા હતા. જેના કારણે પોલીસ કોન્સ્ટેબલ શકિતસિંહ પાવરાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તેમજ પોલીસ કમિશનરે વઘુ તપાસ માટેના આદેશ આપ્યા છે. વડોદરાના A ડિવિઝનના ACP ડી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે અમને આ ઘટના ઘટવાનો ખેદ છે. તેમજ આ ઘટના અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ઉધનામાં પરિણીત બહેનના પ્રેમીએ ઉશ્કેરાટમાં નાની બહેનને ગોળી મારી
સુરત: સુરતમાં (Surat) દરરોજ કોઇને કોઇ ક્રાઇમની (Crime) ઘટના બનતી હોય છે. જેથી હવે સુરતને તો ક્રાઇમ કેપિટલનુ પણ બિરુદ મળી ગયુ છે. હાલ સુરતના ઉધના (Udhana) વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. શનિવારે સાંજે યુવતી ઉપર તેની બહેનના જુના મિત્રએ ફાયરિંગ (fFiring) કર્યાની જાણ થતા પોલીસનો (Police) કાફલો દોડતો થયો હતો. ઘાયલ યુવતીને નવી સિવિલમાં ખસેડાઈ હતી. તેમજ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્ત યુવતીની ઓળખ પાયલ પ્રદીપ રાઠોડ તરીકે થઇ છે. જે કડોદરાની ગ્રીન લેન્ડ-આરાધના સોસાયટીમાં રહેતી ગૃહિણી છે. તેની મોટી બહેન અંજલિના લગ્ન થઈ ગયા છતા પણ તે અફરોજ નામના વ્યક્તિ સાથે મિત્રતા રાખતી હતી. જો કે આ અંગે પાયલને જોણ થતા તેને આ વાત ન ગમી. પાયલે અંજલિને મિત્રતા તોડી નાંખવા કહ્યું હતું. પરંતુ અંજલિ તેની વાત માનવા તૈયાર ન હતી. તેણીએ અફરોઝ સાથે દોસ્તી તોડવાની વાતનો ઇનકાર કર્યો હતો. જે બાદ આ જ કારણે બંને બહેનો વચ્ચે ઝઘડો થયો હતો. જેથી બંને વચ્ચે મનમુટાવ ચાલી રહ્યો હતો.
આ ઘટના એવી હતી કે ઝઘડો થયા બાદ શનિવારે પાયલ અંજલિના ઘરે તેને ફરી સમજાવવા ગઈ હતી. ત્યારે અંજલિનો મિત્ર અફરોજ પણ ત્યા હાજર હતો. એફરોઝને જોઇ પાયલે ગુસ્સામાં અંજલિને કહ્યું હતં કે તું હજુ પણ અફરોજ સાથે શા માટે વાત કરે છે. પાયલની વાત સાંભળતા ઉશ્કેરાયેલ અફરોઝે પાયલ પર ફાયરિંગ કર્યું હતું. તેમજ આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પછી ફાયરીગનો અવાજ સાંભળતા સ્થાનિક વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. તરત જ પાયલને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા ઉધના પોલીસ દોડતી થઇ હતી. ઉપરી અધિકારીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ગણતરીના કલાકોમાં જ ક્રાઇમ બ્રાન્ચે અફરોજને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો. હવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.