વડોદરા: વડોદરાની (Vadodra) એમએસ યુનિવર્સિટીની (M.S.University) ફાઈન આર્ટ (Fine Art) ફેકલ્ટીએ પરીક્ષાના (Exam) એન્યુઅલ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં મૂકાયેલા પેઇન્ટિંગ્સને (Painting) લઇને અગાઉ વિવાદમાં આવી હતી કે જયારે ચંદ્રમોહન નામના આર્ટિસ્ટે હિંદુ દેવી-દેવતાઓના અભદ્ર ચિત્રો અને મ્યુરલ બનાવ્યાં હતા. આજરોજ આવી જ એક ધટના ફરી વાર એમએસ યુનિવર્સિટીની ફાઈન આર્ટ ફેકલ્ટીમાં ધટી છે. જેના કારણે તે ફરી એકવાર વિવાદોમાં આવી છે.
ફાઈન આર્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ હિંદુ દેવી દેવતાઓના શોભે નહિ તેવાં કટઆઉટ તૈયાર કર્યા હતા તેમજ આવા કટઆઉટ બનાવતા સમયે તેઓએ દુષ્કર્મને લગતા સમાચારોનું કટિંગ કર્યું હતું. આ કટિંગનો ઉપયોગ કરી કટઆઉટ તૈયાર કરી તેને ડિસ્પ્લેમાં લગાવવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત મહિલાઓના ન્યૂડ ચિત્રો પણ બનાવવમાં આવ્યાં હતાં. આ વિવાદે એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીઘું હતું કે સમગ્ર આર્ટ એક્ઝિબિશન બંધ કરી દેવામાં આવ્યું છે.
- ફાઈન આર્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ હિંદુ દેવી દેવતાઓના શોભે નહિ તેવાં કટઆઉટ તૈયાર કર્યા
- સમગ્ર આર્ટ એક્ઝિબિશન બંધ કરી દેવામાં આવ્યું
- પોલીસની હાજરીમાં જ ડીનની ઓફિસમાં તોડફોડ થઈ
આ અંગેની જાણકારી એબીવીપીના કાર્યકરોને થતાં તેઓએ પોલીસની હાજરીમાં જ ડીનની ઓફિસમાં તોડફોડ કરી હતી. આ સાથે ઓફિસના ટેબલનો કાચ તોડી નાંખ્યો હતો તેમજ તેની ઉપર પડેલા કામકાજના કાગળોને પણ ફાડી નાંખ્યા હતા. એબીવીપીના કાર્યકરોએ હોબાળો મચાવી ફાઈન આર્ટસ ફેકલ્ટીના ડીન પાસેથી રાજીનામું માગ્યું છે. આ મામલે ઉગ્ર વિવાદ થતાં ફેકલ્ટીના ડીન જયરામ પોડવાલએ જણાવ્યું હતું કે ફાઈન આર્ટ ફેકલ્ટીમાં આવા કોઈ પણ ડિસ્પ્લે નથી. આ બીજી જગ્યાના ફોટા વાયરલ થઈ રહ્યાં છે.
આ મામલે હિન્દુ સંગઠન, કોલેજના સિન્ડિકેટ સભ્યો, ABVPના કાર્યકરોએ વિરોધ કર્યો છે. ફાઇન આર્ટ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓએ પરીક્ષાના એન્યુઅલ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં મૂકાયેલા પેઇન્ટિંગ્સને લઇને વિવાદો અગાઉ પણ સામે આવી ચૂક્યા છે. મળતી માહિતી મુજબ આ ઘટનાના કારણે હિંદુઓની લાગણી દુભાઈ હતી જેના કારણે આ ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ઘારણ કર્યું છે.
ઘટનાની જાણ સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલાને થતાં તેઓએ ફાઈન આર્ટ ફેકલ્ટીના ડીન જયરામ પોડવાલને સવાલ કર્યો હતો કે આઈનોગ્રાફીમાં માત્ર હિન્દુ દેવી દેવતાઓના કટઆઉટ જ જ કેમ લેવામાં આવ્યાં છે?