Gujarat

રાજ્યના 28 જિલ્લામાં કોરોના ફેલાયો, નવા 2265 નવા કેસ નોંધાયા

રાજ્યમાં (Stat) કોરોનાનો (Corona) હવે બેકાબુ બની રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2265 કેસ નોંધાયા છે. જ્યારે નવસારી (Navsari) અને ભાવનગર (Bhavnagar) ગ્રામ્યમાં એક-એક દર્દીનાં મોત (Dead) થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 10125 થયો છે. તો બીજી બાજુ આજે વધુ 240 કોરોના દર્દી સાજા થયા છે. કોરોનાના નવા કેસ વધવાની સાથે જ રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 7881 થઈ છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં 1290 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1290, સુરત શહેરમાં 415, વડોદરા શહેરમાં 86, આણંદમાં 70, કચ્છમાં 37, રાજકોટ શહેરમાં 36, ખેડામાં 34, ભરૂચમાં 26, અમદાવાદ ગ્રામ્ય 24, મોરબીમાં 24, ગાંધીનગર શહેરમાં 23, રાજકોટ ગ્રામ્યમાં 21, ભાવનગર શહેરમા 18, નવસારીમાં 18, જામનગર શહેરમાં 16, મહેસાણામાં 14, પંચમહાલમાં 14, ગાંધીનગર ગ્રામ્યમાં 12, સુરત ગ્રામ્યમાં 9, વલસાડમાં 9, જૂનાગઢ શહેરમાં 8, વડોદરા ગ્રામ્યમાં 8, જામનગર ગ્રામ્યમાં 7, બનાસકાંઠામાં 6, સાબરકાંઠામાં 6, અરવલ્લીમાં 5, ભાવનગર ગ્રામ્યમાં 4, દેવભૂમિ દ્વારકામાં 4, જુનાગઢ ગ્રામ્યમાં 4, મહિસાગરમાં 4, અમરેલીમાં 3, ગીર સોમનાથમાં 3, તાપીમાં 3, દાહોદમાં 2, ડાંગમાં 1, સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાવા પામ્યો છે. આમ રાજ્યના 28 જિલ્લાઓમાં કોરોનાનો વ્યાપ વધ્યો છે. જ્યારે બોટાદ, છોટાઉદેપુર, નર્મદા, પાટણ અને પોરબંદરમાં એક પણ નવો કેસ નોંધાયો નથી.

મંગળવાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં 8,73,457 વ્યકિતઓને રસી આપવામાં આવી જેમાં 24 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ જ્યારે 249ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 8,014ને પ્રથમ અને 36,110ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે તેમજ 18-45 વર્ષ સુધીના 1,54,685ને પ્રથમ અને 96,226ને બીજો જ્યારે 15 થી 18 વર્ષ સુધીના 5,78,149ને પ્રથમ ડોઝ મળી કુલ 8,73,457 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 8,13,08,830 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રસીકરણના કારણે શાળાઓમાં ૭ અને ૮ જાન્યુઆરીએ લેવાનાર એકમ કસોટી મોકૂફ

રાજ્યભરમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના કિશોરોને રસી આપવાના મહાઅભિયાનનો ગઈકાલથી પ્રારંભ થયો છે. જેના પગલે રાજ્યમાં આગામી ૭ અને ૮ જાન્યુઆરીના રોજ શાળાઓમાં યોજાનાર બીજા તબક્કાની એકમ કસોટી મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના બાળકો માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. તે માટે જુદી જુદી શાળાઓમાં રસીકરણ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. જેના પગલે આગામી તારીખ ૭ અને ૮ જાન્યુઆરીના રોજ શાળાઓમાં યોજાનાર બીજા તબક્કાની એકમ કસોટી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. આ સ્થગિત કરાયેલી એકમ કસોટીનો નવો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Most Popular

To Top