ઉત્તરાખંડ (Uttarakhand)માં ચોમાસુ (Monsoon) શરૂઆતથી જ ભયાનક (Starting with danger) રૂપ બતાવી રહ્યું છે. ઘણા કલાકોથી ચાલતા મુશળધાર વરસાદને કારણે નદીઓ ગાંડી તૂર બની છે. સાથે જ વરસાદી પાણીમાં વધારો થયો છે.
ૠષિકેશ (hrishikesh) અને હરિદ્વાર (Haridwar)માં ગંગાની જળ સપાટીમાં વધારો થયો છે. જેના કારણે એલર્ટ (alert) જારી કરવામાં આવ્યું છે. ગંગા, ગોરી, શારદા, અલકનંદા, મંદાકિની અને નણ્ડકિની નદીઓ ભયનાં ચિન્હથી ઉપર વહી રહી છે. બદરીનાથ, રૂદ્રપ્રયાગ, પિથોરાગઢ, અલ્મોરા હાઇવે સહિતના અનેક રસ્તાઓ બંધ છે. ૠષિકેશમાં અવિરત વરસાદ ચાલુ છે. ગંગાની જળ સપાટી 340.34 મીટર પર પહોંચી ગઈ છે. ગંગા ભયના નિશાનથી 18 સે.મી.ની નીચે વહી રહી છે. પરમાર્થ નિકેતન સ્વર્ગશ્રમ, ત્રિવેણી અને લક્ષ્મણ ઝુલાના લગભગ તમામ ગંગા ઘાટ ડૂબી ગયા છે. માયાકુંડ, ચંદેશ્વર નગરમાં પાણી ભરાયા છે. પરમાર્થ નિકેતન સ્વર્ગશ્રમનું કથા સ્થળ પણ ડૂબી ગયુ છે. તેપોવન નગર અને મુનીકીરેતીમાં આશ્રમો અને હોટલોને ચેતવણી આપવામાં આવી છે. ટિહરી, પૌરી અને ૠષિકેશ વહીવટીતંત્રને સતત ચેતવણી મળી રહી છે. રાયવાલાના ગૌહરી, પ્રતાતનગર અને શ્યામપુરના ખાદરીમાં લોકોને સલામત સ્થળોએ જવાનું કહેવામાં આવી રહ્યું છે.
હરિદ્વારથી ગંગામાં 3.75 લાખ કયુસેક પાણી છોડવાને કારણે ગંગા તોફાની બની
પર્વતો અને મેદાનોમાં વરસાદ બાદ શનિવારે સવારે છ વાગ્યે હરિદ્વારથી 3.75 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં ગંગા ઉભરાઈ ગઈ છે. રાતના 2 વાગ્યાથી હરિદ્વારમાં ગંગાની જળ સપાટી વધવા માંડી હતી. રાત્રે 2 વાગ્યે 2,15,698 ક્યુસેક પાણી ગંગામાં આવ્યું હતું. રાત્રે જ યુપી સિંચાઇ વિભાગે ભીમગૌડા બેરેજના તમામ દરવાજા ખોલ્યા હતા. આ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આજે સવારે પાણીનો જળસ્તર સૌથી વધુ 3 લાખ 92 હજાર 104 ક્યુસેક પર પહોંચ્યો હતો. પાણી સાથે ખૂબ જ કાદવ આવી રહ્યો છે.
દેવપ્રયાગમાં જોખમનાં ચિન્હથી ત્રણ મીટર ઉપર વહે છે અલકનંદા
અલકનંદામાં ભારે વરસાદને કારણે ગંગાએ અહીં ભયનું ચિહ્ન પાર કરી દીધું હતું. ગંગાની જળ સપાટી ત્રણ મીટર વધી જતાં યાત્રિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બાદમાં, ગંગાના જળસ્તર ઘટતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ભયને જોતા પોલીસે લોકોને સાવધ રહેવાની અપીલ પણ કરી હતી. શનિવારે, અલકનંદા સતત ત્રણ કલાક 466 મીટરની ઉપર વહેતી હતી. અહીં ભયનું ચિહ્ન 463 મીટર છે. સવારે 9 વાગ્યા પછી વરસાદ ધીમો પડતાં અલકનંદા અને ગંગાની જળસપાટીમાં ઘટાડો થયો હતો. રામકુંડ, સંગમ સ્થાનલ, વશિષ્ઠ ગુફા, સૂર્ય ગુફા, ફુલારી ઘાટ, શાંતા ઘાટ, વેતાલ શીલા સહિત નમામી ગંગાનો ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સ્મશાન મેદાન પણ પાણીમાં ડૂબી ગયા છે.