નવી દિલ્હીથી દહેરાદૂન આવી રહેલી શતાબ્દી એક્સપ્રેસના કોચમાં આગ ભભૂકી ઉઠી હતી. લોકો પાઇલટ્સ અને ગાર્ડ્સે સંવેદનશીલતાથી કંસારો રેલ્વે સ્ટેશન પર ટ્રેન રોકી હતી. આ પછી, કોઈક રીતે રાજાજી ટાઇગર રિઝર્વ અને રેલવેના અધિકારીઓને માહિતી આપવામાં આવી હતી.
તમામ મુસાફરો સલામત હતા, મુસાફરોને અન્ય કોચમાં ખસેડવામાં આવ્યા હતા
લોકો પાઇલટે આગ વધતા પહેલા જ ઇમરજન્સી બ્રેક્સ લગાવીને જંગલની વચ્ચે ટ્રેનને અટકાવી દીધી હતી. તાત્કાલિક કોચ સી -5 ને ખાલી કરાવ્યો હતો. આ સાથે, કોચને ટ્રેનથી અલગ કરવામાં આવ્યો હતો અને અન્ય કોચને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આ કોચ સી -5 માં સવાર તમામ મુસાફરો સલામત છે. કોચના તમામ મુસાફરોને અન્ય કોચમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ ટ્રેન દહેરાદૂન જવા રવાના થઈ હતી. ઘટનાને પગલે એમ્બ્યુલેન્સ દહેરાદૂન રેલ્વે સ્ટેશનની બહાર મોકલવામાં આવી છે.
અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઘટનાની તપાસ કરી રહ્યા છે. દહેરાદૂન રેલ્વે સ્ટેશન પર કામગીરી અધિક્ષક સીતારામ શંકરે જણાવ્યું હતું કે શતાબ્દી એક્સપ્રેસ રાયવાલાથી દહેરાદૂન માટે રવાના થઈ હતી. ત્યારે અચાનક જ શોર્ટ શર્કિટના કારણે આ આગ લાગવાથી અફર-તફરીનો માહોલ થયો હતો, જો કે લોકો પાયલટની સમય-સૂચકતાના કારણે મોટી દુર્ઘટના થવાથી બચી ગઈ હતી.
આગ ખૂબ જ ભયાનક હતી, ઘટનાની તપાસમાં લાગ્યા અધિકારીઓ
જણાવવામાં મળ્યું છે કે બોગીમાં 30 થી વધુ લોકો સવાર હતા. આ ઘટના શનિવારે બપોરે 12: 20 ની આસપાસની હોવાનું જાણવા મળે છે. આગનું કારણ શોટ સર્કિટ કહેવામાં આવી રહ્યું છે. રાજાજી ટાઇગર રિઝર્વ વિસ્તાર હોવાથી કંસારોમાં મોબાઇલ નેટવર્ક સેવા ઉપલબ્ધ નથી. જેના કારણે ઘટના અંગેની માહિતી એકઠી કરવામાં સમય લાગ્યો હતો. આગને કારણે કોઈ નુકસાનના સમાચાર નથી. જો કે આગ એટલી ભયાનક હતી કે જોત-જોતામાં જ આખો કોચ જ્વાળાઓમાં ભરાઈ ગયો હતો. જે સ્થળે અકસ્માત થયો હતો ત્યાં વનવિભાગની એક જ ચોકી છે.
મહત્વની વાત છે કે જયારે શતાબ્દી જંગલ વિસ્તારમાં પહોંચી દરમિયાન કંસારોમાં જંગલમાં તેના એક કોચને આગ લાગી હતી. જંગલના માર્ગને કારણે ફાયર બ્રિગેડને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાલ તો મામલો થાળે પાડવા રેલવે વિભાગે સ્થળ પર દહેરાદૂનથી વધારાના પેટ્રોલિંગ સ્ટાફને મોકલ્યો છે.