National

ટીવી મેકેનિકની દીકરીએ રચ્યો ઈતિહાસ : દેશની પહેલી મુસ્લિમ મહિલા ફાયટર પાયલોટ બની સાનિયા મિર્જા

નવી દિલ્હી : ઈરાદા નેક હોઈતો મુશ્સકેલીઓ આસન થાય છે અને સાચી લગન હોઈ તો સપના પણ સાકાર થાય છે. આ કહેવતને તેની મહેનત, મજબુત ઈરાદાઅને ધગસથી સાબિત એક દીકરીએ કરી છે. ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મિર્જાપુરમાં (Mirjapur) મુસ્લિમ પરિવારમાં (Muslim Family) મામુલી ટીવી મેકેનિકની દીકરી દેશની પહેલી મહિલા ફાયટર બનવાનું ગૌરવ હાસિલ કર્યું છે. ભારતીય વાયુ સેનામાં (Air Force) સાનિયા મિર્જાને (Sania Mirza) જોઈનીગ લેટર પણ મળી ચુક્યો છે.હવે તે 27ડિસેમ્બરે પુનેના ખાડગવાસલામાં એનડીએ એકેડમી જોઈન્ટ કરશે.

સાનિયાએ નેશનલ ડીફેન્સ એકેડમી NDAની પરીક્ષામાં સિલેક્ટ થઇ છે
સાનિયા મિર્જા મિર્જાપુરમાં જસોલા ગામની રહેવાસી છે. તેના પિતાનું નામાં શાહિદ અલી છે. જે એક ટીવી મેકેનિક છે. તેમની દીકરી સાનિયાએ નેશનલ ડીફેન્સ એકેડમી NDAની પરીક્ષામાં સિલેક્ટ થઇ છે. તેને ફ્લાઈગ વિંગના મહિલાઓ માટે આરક્ષિત 19 સીટોમાં બીજો ક્રમ મળ્યો છે. આથી પહેલા પણ સાનિયાએ એનડીએની પરિક્ષા આપી હતી. પણ ત્યારે તેને સફળતા પ્રાપ્ત થઇ ન હતી. પણ બીજા પ્રયત્નમાં તે ઉત્તીણ થઇ હતી.

ધોરણ 12માં જિલ્લામાં તેણે ટોપ કર્યું હતું 
સાનિયાએ ગામની પંડિત ચિંતામણિ દુબે ઈન્ટર કોલેજમાંથી પ્રાથમિકથી 10મા સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. આ પછી તેણે ગુરુ નાનક ઇન્ટર કોલેજમાંથી 12મા સુધીનો અભ્યાસ કર્યો હતો.સાનિયા શરૂઆતથી જ અભ્યાસ ને લઇને ફોકસ હતી.તે ધોરણ 12માં જિલ્લામાં ટોપર થઇ હતી.ત્યારબાદ સાનિયાએ સેન્ચુરિયન ડિફેન્સ એકેડમીમાંથી એનડીએ માટે તૈયારી કરી હતી.

27 ડિસેમ્બરે ફરજમાં જોડાઈ જશે 
સાનિયાએ 10 એપ્રિલ 2022ના રોજ એનડીએની પરીક્ષા પાસ કરી હતી.આ પછી તેનું નામ નવેમ્બરમાં જાહેર થયેલી યાદીમાં પણ છે.તે 27 ડિસેમ્બરે પુણેના ખડગવાસલા ખાતે ફરજમાં જોડાશે.બાળપણથી જ સાનિયાએ એરફોર્સમાં જોડાવાનું અને ફાઈટર પાઈલટ બનવાનું સપનું જોયું હતું અને આખરે તેની મહેનત રંગ લાવી.તેના માતા-પિતા ઉપરાંત સમગ્ર જિલ્લાને તેની સફળતા પર ગર્વ કરી રહ્યા છે.

મુસ્લિમ પરિવારમાં સામાન્ય રીતે દીકરીઓને વધુ નથી ભણાવતા 
અત્રે ઉલ્લેખનીય છે કે મુસ્લિમ પરિવારમાં સામાન્ય રીતે દીકરીઓને ભણાવવાનો રીવાજ ઓછો છે.ખાસ કરીને ઉત્તર પ્રદેશના નાના-નના ટાઉન કે પછી જીલ્લાની વાત વરીએ તો ત્યાં રૂઢી વાદી માનસિકતા ધરવતા મુસ્લિમ પરિવારો હજુ પણ એવુજ માને છે અને દીકરી 18વર્ષની થતા જ તેના નિકાહ કરવી દેવામાં આવે છે જોકે સાનિયાના પરિવારે આ પરંપરાને તોડી નાખી ને દીકરીને ભણાવીને તેને સફળ બનાવવાની એક નવી કેડી કંડારી છે.સાનિયાનું પણ એવું જ માનવું છે કે બદલાતા યુગ સાથે તાલ મિલાવવી જોઈએ અને કુવામાંના દેડકા ન બનતા આપણે બધા એ આઉટ ઓફ બોક્ષ વિચારધારા રાખવી જોઈએ.

Most Popular

To Top