મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા(Urvashi Rautela) ઈરાની(Iran) મહિલા(Women)ઓના સમર્થન(Supports)માં ખુલ્લેઆમ સામે આવી છે. હિજાબનો વિરોધ કરી રહેલી ઈરાની મહિલાઓના સમર્થનમાં ઉર્વશી રૌતેલાએ પોતાના વાળ(Hair) કાપી(Cut) નાખ્યા છે. તાજેતરમાં, ઉર્વશી રૌતેલાએ આરોપ મૂક્યો હતો કે તે પોતે સાયબર બુલિંગનો શિકાર બની હતી અને આ ઘટનાની સરખામણી મહસા અમીની સાથે કરી હતી, જે મહિલાને ઈરાનમાં યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ મારી નાખવામાં આવી હતી. જો કે હવે સમાચાર આવી રહ્યા છે કે ઉર્વશી રૌતેલાએ પોતાના વાળ કપાવી લીધા છે.
ઈરાની મહિલાઓના સમર્થનમાં ઉર્વશી રૌતેલા
ઉર્વશી રૌતેલાએ ઈરાની મહિલાઓના સમર્થનમાં વાળ કાપતી તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તેણે ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે તેણે પોતાના વાળ કાપી નાખ્યા! મહસા અમીનીના મૃત્યુ બાદ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ઈરાની નૈતિકતા પોલીસ દ્વારા ધરપકડ કરાયેલી અને મારી નાખવામાં આવેલી તમામ છોકરીઓ અને મહિલાઓના સમર્થનમાં મારા વાળ કપાવી નાખ્યા. અને ઉત્તરાખંડની 19 વર્ષની છોકરી અંકિતા ભંડારી માટે પણ. સમગ્ર વિશ્વમાં મહિલાઓ વાળ કાપીને ઈરાન સરકારના વિરોધમાં એક થઈ રહી છે. સ્ત્રીઓનું સન્માન કરો. મહિલા ક્રાંતિ માટે વૈશ્વિક પ્રતીક. વાળને સ્ત્રીઓની સુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે. જાહેરમાં વાળ કાપીને, સ્ત્રીઓ એ બતાવે છે કે તેઓ સમાજના સૌંદર્યના ધોરણોની પરવા નથી કરતી અને તેઓ કેવા પોશાક પહેરે છે, કેવી રીતે વર્તે છે અથવા જીવે છે તે કંઈપણ અથવા કોઈને પણ નક્કી કરવા દેશે નહીં. એકવાર મહિલાઓ એક સાથે આવશે અને એક મહિલાના મુદ્દાને સમગ્ર મહિલા જાતિનો મુદ્દો ગણશે.
ઈરાનમાં હિજાબ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યથાવત
મહત્વની વાત એ છે કે મહસા અમીનીના મોત બાદ ઈરાનમાં હિજાબ વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યા છે, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. નોર્વે સ્થિત જૂથ ઈરાન હ્યુમન રાઈટ્સ (આઈએચઆર) એનજીઓ અનુસાર, મહસા અમીનીના મૃત્યુને લઈને દેશવ્યાપી વિરોધ પ્રદર્શનમાં 100 થી વધુ લોકો માર્યા ગયા છે. ઈરાની શાળાની વિદ્યાર્થિનીઓ અને મહિલાઓ તેમના હિજાબ ઉતારીને અને અમીનીના મૃત્યુના વિરોધમાં રેલીઓ કાઢીને મોટી સંખ્યામાં પ્રદર્શન કરી રહી છે.
લોકો કોમેન્ટ બોક્સમાં કરી રહ્યા છે ટ્રોલ
જ્યાં ઘણા લોકોએ ઉર્વશી રૌતેલાના આ નિર્ણયનું સમર્થન કર્યું છે અને કમેન્ટ સેક્શનમાં તેની પ્રશંસા કરી છે, તો બીજી તરફ ઘણા લોકોએ ઋષભ પંતનું નામ લઈને અભિનેત્રીને ટ્રોલ પણ કરી છે. તમને જણાવી દઈએ કે ઉર્વશી ઘણા સમયથી ક્રિકેટર ઋષભ પંત સાથેના સંબંધોને કારણે ચર્ચામાં છે. જો કે હજુ સુધી બંને પક્ષો તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.