
યુપીએસસીની પરીક્ષામાં દેશમાં બીજા ક્રમે આવનાર હર્ષિતા ગોયલે પરિવાર સાથે ઈસ્કોન મંદિરમાં કર્યા દર્શન, જ્યાં ઈસ્કોન મંદિરના સંત નિત્યાનંદ પ્રભુજી દ્વારા હર્ષિતા ગોયલ અને તેના પરિવારનું સન્માન કરાયું હર્ષિતા ગોયલે ઈસ્કોન મંદિરમાં આરતી કરી ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ તેમજ રાધા કૃષ્ણના આશીર્વાદ મેળવ્યા હતા.IAS હર્ષિતા ગોયલનું નિવેદન, UPSC પરીક્ષા પાસ કરવામાં અનેક પડાવો આવ્યા હતા. અભ્યાસમાં ધ્યાન કેન્દ્રીય કરી લક્ષ્યની પાછળ પડી જઈએ તો બધું શક્ય બને છે. આ સાથે પ્રભુ કૃપા પણ અતિઆવશ્યક છે, પ્રભુ કૃપા વગર કઈ પણ કરી શકાતું નથી એ સત્ય હકીકત છે હું પણ પ્રભુ અને ઈશ્વરની કૃપાથી યુપીએસસીની પરીક્ષા પાસ કરી.

