National

UPનું અકબરનગર બન્યું ‘સૌમિત્ર વન’, 32 પ્રકારના વૃક્ષો રોપવામાં આવ્યા, જાણો બીજુ શું બદલાયું

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ પર દેશવાસીઓ સમક્ષ ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમનું આહ્વાન કર્યું હતું. કારણ કે પર્યાવરણવાદીઓ ચિંતિત છે કે ગ્લોબલ વોર્મિંગ (Global Warming) વિશ્વના તમામ સજીવ માટે એક નવું સંકટ ઉભું કરી રહ્યું છે. આ સંકટ માણસના સ્વાર્થને કારણે આવ્યું છે, તેથી તેના નિયંત્રણની જવાબદારી પણ માણસની જ હોવી જોઈએ.

વડાપ્રધાનના ‘એક પેડ મા કે નામ’ અભિયાન બાદ યુપીએ એક અનોખો ઇતિહાસ રચવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ લખનઉ સ્થિત અકબરનગરનું નામ પણ બદલવામાં આવ્યું હતું. જે હવેથી તે સૌમિત્ર વન તરીકે ઓળખાશે. કારણ કે અહીં 32 પ્રકારના અલગ અલગ વૃક્ષો રોપી મોટી સંખ્યા વનીકરણ કરવામાં આવશે. એક અભિયાન અંતર્ગત અહીં મોટી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવશે. જેમાં પીપળો, આંબો, શીશમ, વડ, જામફળ, અર્જુન, લીમડો, જાંબુ, આમળા, અશોક, બેલ, જેકફ્રૂટ, પાકડ, ચિતવન અને હરસિંગરનો સમાવેશ થાય છે.

સૌમિત્ર વનમાં 25 એકર વિસ્તારમાં જંગલો હશે. તેમજ 100 કરોડના વાર્ષિક ટર્નઓવર સાથે 10 ઔષધીય છોડ અને જીવનદાયી વૃક્ષોની શ્રેણી પણ હશે. ત્યારે કાર્યક્રમ અંગે સીએમ યોગીએ કહ્યું હતું કે, ‘જે લોકોએ જમીનના વ્યવસાયમાં સામેલ થઈને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું અને જમીન માફિયા બનીને લોકોને છેતર્યા, આવા લેન્ડ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટીએ આજે ​​સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી હતી.

સીએમએ કહ્યું કે જ્યાં પહેલા અકબરનગરના નામે પ્રદૂષણનું માધ્યમ હતું તે જગ્યા ખાલી કર્યા બાદ આજે ભગવાન શ્રી રામના નાના ભાઈ લક્ષ્મણજીના નામે સૌમિત્ર વનની રચના કરવામાં આવી છે. તેમજ અહીં જે વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે તે સૌમિત્ર જંગલો જ છે. ત્યારે મને અહીં છોડ લગાવવાની તક પણ મળી હતી.

અભિયાન દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે લખનૌના અયોધ્યા રોડના સૌમિત્ર વન, કુકરેલ નદી કિનારે હરિશંકરીનું એક છોડ રોપ્યું હતું. આ પહેલા મુખ્યમંત્રીએ આ છોડને રક્ષાસૂત્ર બાંધ્યું હતું. આ સાથે વૃક્ષારોપણ જન અભિયાન-2024 (1લી જુલાઈથી 30મી સપ્ટેમ્બર 2024) અંતર્ગત રાજ્યમાં એક જ દિવસમાં 20મી જુલાઈએ 36.50 કરોડ વૃક્ષારોપણ મેગા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.

Most Popular

To Top