National

ચોથા તબક્કાના મતદાનમાં પ.બંગાળમાં બપોર સુધીમાં સૌથી વધુ 51.87 ટકા મતદાન

નવી દિલ્હી: સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણી 2024ના (Lok Sabha Election 2024) ચોથા તબક્કામાં આજે 13 મેના રોજ 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન (voting) થઈ રહ્યું છે. આ તબક્કામાં 1,717 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. જેમાં પાંચ કેન્દ્રીય મંત્રીઓ, એક પૂર્વ મુખ્યમંત્રી, બે ક્રિકેટર અને એક અભિનેતાનો પણ સમાવેશ થાય છે.

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની તમામ 25 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ સાથે જ ઉત્તર પ્રદેશમાં 13 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. તેમજ આજે તેલંગાણામાં 17, મહારાષ્ટ્રમાં 11, મધ્યપ્રદેશમાં આઠ, પશ્ચિમ બંગાળમાં આઠ, બિહારમાં પાંચ, ઝારખંડ અને ઓડિશામાં ચાર-ચાર અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે.

બપોરે 1 વાગ્યા સુધી ચોથા તબક્કામાં આટલું મતદાન પૂર્ણ

  • આંધ્ર પ્રદેશ 40.26
  • બિહાર 34.44
  • જમ્મુ કાશ્મીર 23.57
  • ઝારખંડ 43.80
  • મધ્ય પ્રદેશ 48.52
  • મહારાષ્ટ્ર 30.85
  • ઓડિશા 39.30
  • તેલંગાણા 40.38
  • ઉત્તર પ્રદેશ 39.68
  • પશ્ચિમ બંગાળ 51.87

સવારે 11 વાગ્યા સુધી આટલા ટકા મતદાન થયું

  • આંધ્ર પ્રદેશ- 23.10
  • ઉત્તર પ્રદેશ- 27.12
  • ઓડિશા- 23.28
  • જમ્મુ કાશ્મીર- 14.94
  • ઝારખંડ- 27.40
  • તેલંગાણા- 24.31
  • પશ્ચિમ બંગાળ- 32.78
  • બિહાર- 22.54
  • મધ્ય પ્રદેશ- 32.38
  • મહારાષ્ટ્ર- 17.51

ચોથા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધી દેશમાં 10 ટકા મતદાન પૂર્ણ

  • આંધ્ર પ્રદેશ 9.05
  • ઉત્તર પ્રદેશ 11.67
  • ઓડિશા 9.23
  • જમ્મુ કાશ્મીર 5.07
  • ઝારખંડ 11.78
  • તેલંગાણા 9.51
  • પશ્ચિમ બંગાળ 15.24
  • બિહાર 10.18
  • મધ્ય પ્રદેશ 14.97
  • મહારાષ્ટ્ર 6.45

બંગાળમાં બોમ્બ ફેંકીને TMC કાર્યકરની હત્યા
લોકસભઅ ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન વચ્ચે બંગાળના બોલપુરના કેતુગ્રામમાં મતદાન પહેલા બોલપુર લોકસભા મતવિસ્તારના કેતુગ્રામ વિસ્તારમાં બોમ્બ મારાના કારણે તૃણમૂલ કાર્યકરનું મોત થયું હતું. આ ઘટનાનું કારણ પાર્ટીમાં અંદરો અંદરની લડાઈ હોવાનું સામે આવ્યું છે. તેમજ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

સમગ્ર મામલે બંગાળ પોલીસે બે લોકોની ધરપકડ પણ કરી હતી. તેમજ મૃતકની ઓળખ મેન્તુ શેખ તરીકે થઈ હતી. તે રવિવારે રાત્રે બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો. તે જ સમયે ચેનચુરી ગામમાં બોમ્બ મારામાં તેનું મોત થયું હતું. પોલીસનું કહેવું છે કે મામલાની તપાસ ચાલી રહી છે. ધારાસભ્ય શેખ શાહનવાઝે કહ્યું કે તેઓ અમારી પાર્ટીના સક્રિય કાર્યકર હતા. તેથી રાજકીય હિંસામાં તેમની હત્યા કરવામાં આવી હતી.

બિહારમાં પોલિંગ એજન્ટનું હાર્ટ એટેકથી મોત
બિહારના મુંગેરમાં મતદાન પહેલા એક પોલિંગ એજન્ટનું હાર્ટ એટેકથી મોત થયું હતું. તેમની પત્નીનું કહેવું છે કે તે હ્રદયની બિમારીથી પીડિત હતા, અમે વોટિંગ ડ્યુટી ન લગાવવા માટે જિલ્લા પ્રશાસનને અરજી કરી હતી. તે છતા પણ તેમની ડ્યુટી લાદવામાં આવી હતી. તેમનું મોત થતા પરિવારમાં ભારે શોક છવાઇ ગયો છે.

ચોથા તબક્કાના મતદાન વચ્ચે સોનિયા ગાંધીની મોટી જાહેરાત

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે ચાલી રહેલા મતદાન વચ્ચે કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, “સ્વતંત્રતાની લડાઈથી લઈને આધુનિક ભારતના નિર્માણમાં મહિલાઓએ મોટી ભૂમિકા ભજવી છે. આજે મહિલાઓને ભારે મોંઘવારીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં અમે કોંગ્રેસ ક્રાંતિકારી ગેરંટી લઈને આવ્યા છીએ. કોંગ્રેસની મહાલક્ષ્મી યોજના હેઠળ ગરીબ પરિવારની મહિલાને દર વર્ષે એક લાખ રૂપિયા આપવામાં આવશે.’

Most Popular

To Top