National

“યુપીમાં આ રમત નહીં ચાલે” બિહારના પરિણામો બાદ અખિલેશ યાદવનું મોટું નિવેદન

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામના વલણોમાં NDA સ્પષ્ટ લીડમાં છે. જ્યારે મહાગઠબંધન પછાડ રહ્યું છે. આ વચ્ચે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સરકાર અને ચૂંટણી પ્રક્રિયા પર ગંભીર આરોપ લગાવતા મોટું નિવેદન આપ્યું છે.

આજ રોજ તા. 14 નવેમ્બરે બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે અને શરૂઆતથી જ NDA મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યું છે. હાલના વલણો મુજબ NDA લગભગ 190 બેઠકો પર આગળ છે. જ્યારે મહાગઠબંધન માત્ર 49 બેઠકો પર જ લીડ ધરાવે છે. આથી સ્પષ્ટ થાય છે કે NDA રાજ્યમાં ફરીથી સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ RJD–કૉંગ્રેસના મહાગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે.

આ ચૂંટણીના વલણ વચ્ચે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોસિયલ મીડિયા પર સરકાર અને ચૂંટણી પ્રક્રિયા અંગે ગંભીર આરોપો મૂક્યા છે. તેમણે કહ્યું કે “બિહારમાં SIR દ્વારા રમાયેલી રમત હવે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં ચાલશે નહીં. કારણ કે આ ચૂંટણી ષડયંત્રનો ભાંડો ફૂટ્યો છે. હવે અમે તેમને આ રમત રમવા દઈશું નહીં.”

અખિલેશ યાદવે આગળ લખ્યું કે હવે CCTVની જેમ, હવે અમારુ SPનું “PPTV” અથવા “PDA પ્રહરી” BJPની દરેક ચાલ પર નજર રાખશે. તેમના જણાવ્યા મુજબ “BJP કોઈ પાર્ટી નથી પરંતુ એક છેતરપિંડી છે.”

હાલ સુધી ભાજપ 82 બેઠકો પર આગળ છે. જ્યારે જેડીયુ 75 બેઠકો ધરાવે છે. બીજી તરફ મહાગઠબંધનની સ્થિતિ નબળી દેખાઈ રહી છે. RJD 62 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ ફક્ત 12 બેઠકો પર છે. ડાબેરી પક્ષો 2 બેઠકો પર અને VIP એક બેઠક પર આગળ છે. નિષ્ણાતોનું કહેવું છે કે કોંગ્રેસના નબળા પ્રદર્શનનો સીધો અસર મહાગઠબંધનને પડી રહ્યો છે.

જો વલણો આવા જ રહે તો બિહારમાં NDA માટે સરકાર બનાવવા માર્ગ સરળ બની શકે છે. એ વચ્ચે અખિલેશ યાદવનું આ નિવેદન રાજકીય ગરમાવો વધારતું જોવા મળે છે અને આવતા દિવસોમાં તેમની આ ટીકા પર BJP શું પ્રતિક્રિયા આપે છે તે જોવા જેવી બાબત રહેશે.

Most Popular

To Top