National

ઓસામા બિન લાદેનને દુનિયાના વિશ્વનો બેસ્ટ એન્જિનયર કહેનારા રવિન્દ્ર પ્રતાપ ફસાયા

નવી દિલ્હી: યુપીના (UP) ફર્રુખાબાદ જિલ્લાના વીજળી વિભાગના SDO રવિન્દ્ર પ્રતાપ ગૌતમને બરતરફ કરવામાં આવ્યા છે. તેઓએ આતંકી ઓસામા બિન લાદેનની ફોટોને પોતાના સરકારી આવાસની બહાર ચોંટાડયો હતો. આ ઉપરાંત આ ફોટો નીચે લખવામાં આવ્યું હતું કે “વિશ્વનો સર્વશ્રેષ્ઠ એન્જિનયર”. આ ફોટો સોશિયલ મીડિયા (Social Media) પર વાઈરલ થતાની સાથે જ પોલીસ તપાસ હાથ ધરી છે.

  • ફરુખાબાદ જિલ્લામાં વીજળી વિભાગના SDO રવિન્દ્ર પ્રતાપ ગૌતમને બરતરફ
  • લગભગ 10 મહિનાની તપાસ બાદ સરકાર દ્વારા દોષિત સાબિત થયા બાદ રવિન્દ્ર પ્રતાપ ગૌતમ બરતરફ

યુપીના ફર્રુખાબાદ જિલ્લામાં વીજળી વિભાગના SDOએ આતંકવાદી ઓસામા બિન લાદેનનો ફોટો તેના સરકારી નિવાસસ્થાન પર લગાવ્યો હતો, જેમાં તેને વિશ્વનો શ્રેષ્ઠ કક્ષાનો એન્જિનિયર ગણાવ્યો હતો. એસડીઓના આવાસ પર ચોંટાડવામાં આવેલ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ વિડીયોની નોંધ લેતા અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ 31 મે 2022 ના રોજ શરૂ થઈ અને એસડીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લગભગ 10 મહિનાની તપાસ બાદ સરકાર દ્વારા દોષિત સાબિત થયા બાદ વીજળી વિભાગના SDO રવિન્દ્ર પ્રતાપ ગૌતમને બરતરફ કરવામાં આવ્યા છે.

રવિન્દ્ર પ્રતાપ ગૌતમને નવાબગંજ ઇલેક્ટ્રિકલ સબ સ્ટેશન, ફર્રુખાબાદ ખાતે સબ-ડિવિઝનલ ઓફિસર (SDO) તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. ખતરનાક આતંકવાદી ઓસામા બિન લાદેનનો ફોટો તેના આવાસની બહાર ચોંટાડવામાં આવ્યો હતો. તેના પર લખ્યું હતું, Revered Osama Bin Laden, World’s Best Undergraduate Engineer. ઓસામા બિન લાદેનનો આ ફોટો જોઈને કોઈએ વીડિયો બનાવ્યો હતો અને તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ SDO દ્વારા ફોટો હટાવી લેવામાં આવ્યો હતો.

ત્યારબાદ વાયરલ વીડિયોની તપાસ બાદ સબડિવિઝન ઓફિસર (એસડીઓ) રવિન્દ્ર પ્રતાપ ગૌતમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 10 મહિનાની તપાસ બાદ હવે સબ-ડિવિઝનલ ઓફિસર (SDO) રવિન્દ્ર પ્રકાશ ગૌતમને દોષિત માનીને સરકારે બરતરફ કરી દીધા છે.

Most Popular

To Top