ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશના (UP) અલીગઢથી એક ચોંકાવનારો વીડિયો (Video) વાઇરલ થઇ રહ્યો છે. જે જોઈને તમે પણ સ્તબઘ થઈ જશો. એક દંપતી હોસ્પિટલથી (Hospital)પરત ફરી રહ્યું હતુ તે સમય ખૂબ વરસાદ (Rain) વરસી રહ્યો હતો તે સમય દરમિયાન સ્કૂટર ચાલક એક નાળા પાસેથી પસાર થતો હોય તે સમયે અચાનક સ્કૂટર તેમજ દંપતી નાળામાં પડી જાય છે. વરસાદને કારણે નાળામાં પાણી ભરાઈ ગયું હતુ જેના કારણે વાહન ચાલકને નાળુ દેખાયું ન હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ ઉત્તરપ્રદેશ પોલીસનો એક કોન્સ્ટેબલ આ ઘટનાનો ભોગ બન્યો હોય તેવી માહિતી મળી આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે. આ અકસ્માત થતાં જ ત્યા હાજર લોકોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી નાગરિકોએ કોન્સ્ટેબલ અને તેની પત્નીને ખેંચીને તેઓનો જીવ બચાવ્યો હતો અને ત્યારપછી અન્ય લોકોની મદદથી સ્કૂટર પણ બહાર કાઢવામાં મદદ કરી હતી.
અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. લોકો આના પર ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. કેટલાક તેને ઉત્તર પ્રદેશના ‘કથિત વિકાસ’ સાથે જોડી રહ્યા છે, તો કેટલાક તેને માત્ર અકસ્માત ગણાવી રહ્યા છે. ટ્વિટર પર એક યુઝરે મજાકમાં લખ્યું હતું કે, ‘વર્લ્ડ ક્લાસ અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, જય હો બાબા કી..’
આસામમાં પૂરને કારણે NH-15 ડૂબી ગયું
આસામમાં (Assam) ભારે વરસાદને (Heavy Rain) કારણે નદીઓ (River) વહેતી થઈ છે અને પૂરને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ છે. હોજાઈમાં પૂર પ્રભાવિત લોકોને લઈ જતી બોટ ડૂબી જતાં ત્રણ બાળકો ગુમ થયા હતા જ્યારે 21 લોકોને બચાવી લેવાયા હતા. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) અનુસાર, દારંગ જિલ્લાના સિપઝાર વિસ્તારમાં પૂરને કારણે NH-15 ડૂબી ગયું છે. હાઈવે પર વાહનવ્યવહાર બંધ થવાને કારણે સેંકડો ટ્રકો અટવાઈ ગઈ છે. રાજ્યમાં વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં 13 પાળા તૂટ્યા છે, જ્યારે 64 રસ્તાઓ અને એક પુલને નુકસાન થયું છે. આર્મીના ગજરાજ કોર્પ્સે ગુરુવારથી સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને પૂર રાહત કામગીરી શરૂ કરી છે. સેના દ્વારા બક્સા, નલબારી, દારંગ, તામુલપુર, હોજાઈ અને કામરૂપમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.