National

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ યુપીના પૂર્વ CM મુલાયમ સિંહ યાદવને મરણોત્તર “પદ્મ વિભૂષણથી” સન્માનિત કર્યા

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મના હસ્તે આજે ધણી હસ્તીઓને પદ્મ ભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પીઢ સમાજવાદી નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવ અને ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ) પર તેમના કાર્ય માટે વૈશ્વિક સ્તરે જાણીતા તબીબી વ્યાવસાયિક દિલીપ મહાલનાબીસને બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. લેખિકા અને પરોપકારી સુધા મૂર્તિ, ભૌતિકશાસ્ત્રી દીપક ધર, જેઓ આંકડાકીય ભૌતિકશાસ્ત્રમાં લાંબા સમયથી સંશોધન કારકિર્દી માટે જાણીતા છે, નવલકથાકાર એસએલ ભૈરપ્પા, જાણીતા પાર્શ્વગાયિકા દિવંગત વાણી જયરામ અને વૈદિક વિદ્વાન ત્રિદંડી ચિન્ના જેયર સ્વામીજીને અહીં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સમારોહમાં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મૂર્તિની પુત્રી અક્ષતા, જે બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકનાં પત્ની છે, રાષ્ટ્રપતિ ભવનના ભવ્ય દરબાર હોલમાં અન્ય મહાનુભાવો સાથે વિદેશ મંત્રી એસ જયશંકરની બાજુમાં આગળની હરોળમાં બેઠેલી જોવા મળી હતી. યાદવના પુત્ર અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવ, જે સમાજવાદી પાર્ટીની ટ્રેડમાર્ક લાલ કેપ પહેરીને આવ્યા હતા, તેમના વતી એવોર્ડ મેળવ્યો હતો. સુધા મૂર્તિના પતિ અને ઇન્ફોસિસના સહ-સ્થાપક એનઆર નારાયણ મૂર્તિ અન્ય મહેમાનો અને પરિવારના સભ્યોની વચ્ચે બેઠાં હતાં.

સંગીત નિર્દેશક એમએમ કીરવાની, જેમણે તાજેતરમાં ‘આરઆરઆર’ના ગીત ‘નાટુ નાટુ’ માટે ઓરિજિનલ ગીત માટે ભારતનો પ્રથમ ઓસ્કાર મેળવ્યો હતો અને બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડનને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો. બુધવારે કુલ 52 એવોર્ડ વિજેતાઓને આ સન્માન આપવામાં આવ્યું હતું – બે પદ્મ વિભૂષણ, પાંચ પદ્મ ભૂષણ અને 45 પદ્મશ્રી. પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત વધુ એક અમેરિકા સ્થિત વૈજ્ઞાનિક એસ આર શ્રીનિવાસ વર્ધન ગેરહાજર રહ્યા હતા. અન્ય વિશિષ્ટ હસ્તીઓને ૨૨ માર્ચે એવોર્ડ આપવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે મુલાયમસિંહ યાદવનું ગયા વર્ષે ઓકટોબર મહિનામાં લાંબી બિમારીના કારણે મૃત્યુ થઈ ગયું હતું. આ ઉપરાંત મુલાયમસિંહ યાદવ ભારતના રક્ષા મંત્રી તેમજ લાંબા સમય સુધી સાંસદ પણ રહી ચૂકયા હતા.

ધાચરણ ગુપ્તાને પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. જ્યારે રાષ્ટ્રપતિએ ઉસ્તાદ અહેમદ હુસૈન અને ઉસ્તાદ મોહમ્મદ હુસૈનને અભિનંદન પાઠવ્યા, પ્રોફેસર સી.એ. આસ્ક, ડૉ. જનુમ સિંહ સોયા, અભિનેત્રી રવીના ટંડન અને સુપર 30 શૈક્ષણિક કાર્યક્રમના સ્થાપક આનંદ કુમારને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

Most Popular

To Top