ફરુખાબાદ (UP): વેલેન્ટાઈન ડે (Valentine’s day) 14મી ફેબ્રુઆરીના દિવસે હિંદુ મહાસભાએ મોટી જાહેરાત કરી છે. મહાસભાના જણાવ્યા મુજબ યુપીના ફરુખાબાદની તમામ હોટલ (Hotel), રેસ્ટોરન્ટ (Restaurant) અને પાર્ક પર નજર રાખશે અને જો કોઈ કપલ જાહેરમાં પ્રેમ કરતા જોવા મળશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ કપલના લગ્ન (Marriage) મંદિરમાં કરાવવામાં આવશે.
વેલેન્ટાઈન ડે નિમિત્તે હિન્દુ મહાસભાના અગ્રણીઓએ કહ્યું કે આ દિવસે જો કોઈ કપલ કોઈપણ હોટેલ, રેસ્ટોરન્ટ કે પાર્કમાં જાહેરમાં પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે તો તરત જ તેમના લગ્ન થઈ જશે. હિન્દુ મહાસભા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ વિમલેશ મિશ્રાનું કહેવું છે કે પ્રેમ કરવો ખોટું નથી, પ્રેમ માતા-પિતા, ભાઈ-બહેનનો હોય છે. પરંતુ સનાતન ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવો અને જાહેરમાં પ્રેમ કરવો એ તદ્દન ખોટું છે. તેમજ વેલેન્ટાઈન ડે સનાતન ધર્મનો નથી.
આજે 14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે છે. દરમિયાન આજના દિવસે હિન્દુ મહાસભા શહેરની તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને પાર્ક પર નજર રાખશે અને જો કોઈ કપલ જાહેરમાં પ્રેમ કરતા જોવા મળશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને મંદિરમાં લગ્ન કરવામાં આવશે. આ જાહેરાત પાછળનો મુખ્ય હેતુ હિન્દુ મર્યાદાઓને જાળવવાનો છે. કારણ કે વેલેન્ટાઇન ડે હિન્દુ સંસ્કૃતિનો નથી. પરંતુ વેસ્ટર્ન ઇન્ફ્લુએન્સ છે.
જો કોઈ જાહેરમાં પોતાનો પ્રેમ વ્યક્ત કરશે તો તે લગ્ન થશે
હિન્દુ મહાસભાએ હોટલ અને રેસ્ટોરન્ટના માલિકોને પણ ચેતવણી આપી છે. જો તેમની હોટલ કે રેસ્ટોરન્ટમાં કોઇપણ પ્રકારની ખોટી પ્રવૃત્તિ જોવા મળશે તો તેમની સામે વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત માલિકોને એવી પણ વિનંતી કરવામાં આવી છે કે જો કોઈ યુવક કે યુવતી ઓનલાઈન બુકિંગ કરાવ્યા પછી તમારી હોટેલમાં આવે તો તમારે તેમની ઓળખ માટે બંનેનું આધાર કાર્ડ ફરજીયાત લઈ લેવું.
હિન્દુ મહાસભાના સભ્યોએ હોટલ અને રેસ્ટોરન્ટના માલિકોને ચેતવણી આપી
પ્રદેશ પ્રમુખ વિમલેશ મિશ્રાએ ફરુખાબાદમાં જાહેરમાં જાહેરાત કરી છે કે વેલેન્ટાઈન ડે સનાતન ધર્મનો નથી, અંગ્રેજોએ બનાવેલો દિવસ છે. તેના કારણે સનાતન ધર્મને ઘણું નુકસાન થઈ રહ્યું છે. તેમજ હિન્દુ મહાસભાના સભ્યોએ હોટલ અને રેસ્ટોરન્ટના માલિકોને ચેતવણી આપી હતી અને ફરજીયાત પણે કપલ્સના આધારકાર્ડ જોવાનું કહ્યું છે.