નવી દિલ્હી: યુપીમાં ચૂંટણીના (UP Election) સમયે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીનો (PM Narendra Modi) એક ફોટો (Photo) સોશિયલ મીડિયા (Social Media) ઉપર વાઈરલ થઈ રહ્યો છે. યુપી ઈલેકશન માટે બીજેપી (BJP) તરફી વોટ (Vote) માંગવા માટે પીએમ મોદીએ રેલી દરમ્યાન સ્ટેજ (Stage) ઉપર એવું કર્યુ કે જે ચર્ચાનો વિષય બની ગયો છે. મળતી મહિતી મુજબ મોદીએ સ્ટેજ ઉપર જયારે એક બીજેપીના નેતા મોદીને પગે લાગવા માટે આવ્યા ત્યારે મોદીએ તેઓને ઈશારો કર્યો હતો. આ ઈશારમાં મોદીએ શું કહ્યું કે જે ચર્ચાનો વિષય બની ગયો?
સૂત્રોએ આપેલી માહિતી મુજબ રેલીના સ્ટેજ ઉપર જયારે મોદી પહોંચ્યા ત્યારે બીજેપી ઉન્નાવના જિલ્લા અઘ્યક્ષ અવઘેશ કટિયારને પ્રઘાનમંત્રીને ભગવાન શ્રીરામની મૂર્તિ ભેટ સ્વરૂપે આપવા જણાવવામાં આવ્યું હતું. મૂર્તિ ભેટ સ્વરૂપે આપ્યા પછી જયારે તેઓ મોદીને પગે લાગવા માટે ઝૂકયા ત્યારે મોદીએ તેમને ઈશારો કરી ઝૂકીને પ્રણામ કરવા માટે ના પાડી. હેરાન કરવા વાળી વાત તો એ ઘટી કે મોદી અવધેશ કટિયારને પગે લાગ્યાં. આ માટેનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે તેમજ લોકો આ વીડિયો ઉપર અલગ અલગ કમેંટ આપી રહ્યા છે. આ સાથે તેની ખૂબ પ્રશંસા પણ કરવામાં આવી રહી છે. તેમજ આ વીડિયો બીજેપી નેતા દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે શ્રીરામની મૂર્તિ આપવા વાળા કોઈને પગે લાગી ન શકે. યુપી ઈલેકશનની વાત કરીએ તો યુપીમાં ત્રીજા તબ્બકાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મતોની ગણતરી આવતા મહિને 10 માર્ચે કરવામાં આવશે. જણાવી દઈએ કે યુપી સહિત 5 રાજયોમાં ચૂંટણી થઈ રહી છે.