National

યુપી: દેશના સૌથી વૃદ્ધ સાંસદ શફીકર રહેમાન બર્કનું નિધન

નવી દિલ્હી: સપાના (SP) સાંસદ ડૉ. શફીકર રહેમાન બર્કનું (Dr. Shafiqar Rahman Burke) આજે નિધન (Death) થયું છે. તેઓ લાંબા સમયથી મુરાદાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ (Admit) હતા. સાંસદના પૌત્ર ઝિયાઉર રહેમાન બર્કે જણાવ્યું કે તેમના 93 વર્ષીય દાદાની તબિયત અચાનક બગડી ગઈ હતી. ત્યાર બાદ તેઓને મુરાદાબાદની એક ખાનગી હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ સારવાર બાદ તેમની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આજે મંગળવારે સવારે તેમની તબિયત વધુ બગડતા તેમને ICUમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ચાર વખત ધારાસભ્ય અને ચાર વખત સાંસદ રહી ચૂકેલા ડૉ. શફીકર રહેમાન બર્ક 2019માં પાંચમી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. વય અને અનુભવની દ્રષ્ટિએ તેઓ વિભાગના સૌથી વરિષ્ઠ રાજકારણી હતા. જણાવી દઇયે કે તેમના રાજકીય વલણને કારણે તેમની એક અલગ ઓળખ છે.

આ સાથે જ તેઓ તેઓ બાબરી મસ્જિદ એક્શન કમિટીના કન્વીનર રહી ચૂક્યા છે. મુસ્લિમોના મુદ્દા ઉઠાવવા અને વંદે માતરમ પર પોતાના નિવેદનો માટે રાજકારણમાં પ્રખ્યાત થયેલા ડૉ. શફીકર રહેમાન બર્ક ફરી એકવાર સપાના રાજકારણમાં એક મોટા ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા. તેમજ તેમની રાજકીય સફર 60 વર્ષથી વધુ લાંબી છે.

તેમણે 1967માં સંભલ વિધાનસભા મતવિસ્તારમાંથી પ્રથમ વિધાનસભા ચૂંટણી લડી હતી. પરંતુ તેમાં સફળતા મળી ન હતી. 1974માં રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં તેમને પ્રથમ સફળતા મળી હતી. BKDમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય 3 વર્ષ બાદ સમય બાદ 1977માં જનતા પાર્ટી અને ત્યાર બાદ 1985માં લોકદળ અને 1989માં જનતા દળમાંથી ધારાસભ્ય બન્યા હતા.

એક સમયે તેઓ મુલાયમ સિંહ યાદવની સરકારમાં હોમગાર્ડ વિભાગના મંત્રી પણ હતા. તેઓ 1996માં સંસદમાં પ્રવેશ્યા હતા. ત્યાર બાદ તેઓ જનતા દળની ટિકિટ પર 1996ની ચૂંટણીમાં મુરાદાબાદ લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 1998 અને 2004માં તેઓ મુરાદાબાદ સંસદીય બેઠક પરથી સપા સાંસદ તરીકે ચૂંટાયા હતા.

જ્યારે 2009માં તેમણે BSPની ટિકિટ પર સંભલ લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી અને ચોથી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ સપા તરફથી 2014ની લોકસભાની ચૂંટણી લડ્યા હતા. પરંતુ ઓછા અંતરથી હારી ગયા હતા. વર્ષ 2019 માં તેમણે SP-BSP-RLDના ગઠબંધન સાથે ચૂંટણી જીતી અને પાંચમી વખત સાંસદ તરીકે ચૂંટાયા.

પ્રોફાઇલ
નામ- ડૉ. શફીકર રહેમાન બર્ક,
રહેવાસી- મોહલ્લા દીપસરાય, સંભલ
ઉંમર – 86 વર્ષ
બેચલર ઓફ એજ્યુકેશન (આગ્રા યુનિવર્સિટી)

રાજકીય કારકિર્દી
મુરાદાબાદ લોકસભા મતવિસ્તારમાંથી ત્રણ વખત સાંસદ રહ્યા.
સંભલ લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ પણ બન્યા.
સંભલ વિધાનસભા મતવિસ્તારમાંથી ચાર વખત ધારાસભ્ય રહ્યા.

Most Popular

To Top