નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ (Bhupendra Chaudhary) લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં ભાજપના નિરાશાજનક પ્રદર્શનની નૈતિક જવાબદારી લીધી હતી, ત્યારે રિસર્ચ કર્યા બાદ તેમણે હારનું કારણ પણ આપ્યું હતું. ત્યારે ભૂપેન્દ્ર ચૌધરી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા લેવામાં આવનાર નિર્ણય મુજબ કામ કરશે તેવી સંભાવના છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભૂપેન્દ્ર ચૌધરીએ લગભગ અડધો કલાક સુધી બીજેપી હેડક્વાર્ટરમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે યુપીમાં મંડલ પ્રમુખ, કાર્યકર્તાઓ અને હારેલા સાંસદ ઉમેદવારો સાથે વાત કરીને સમીક્ષા રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. લગભગ 40 હજાર લોકો સાથે વાત કર્યા બાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમજ યુપી બીજેપીનો રિવ્યુ રિપોર્ટ 25 જૂન સુધીમાં તૈયાર થઈ જશે, ત્યારબાદ રિપોર્ટ રાષ્ટ્રીય અધિકારીઓની બેઠકમાં રજૂ કરવામાં આવશે.
હારનું મુખ્ય કારણ
- બંધારણ બદલવાની વાત, અનામત ખતમ કરવાનો ભ્રમ
- અધિકારીઓની મનસ્વીતા
- જનપ્રતિનિધિઓને સાંભળવામાં આવતા નથી
- કોન્ટ્રાક્ટ પર થતી ભરતી અને તેમાં અનામતનો અભાવ હોવાના કારણે અસંતોષ
- મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાની વાત
ટૂંક સમયમાં રાષ્ટ્રીય અધિકારીઓની બેઠક યોજાશે
માનવામાં આવે છે કે ટૂંક સમયમાં રાષ્ટ્રીય અધિકારીઓની બેઠક યોજાશે. તેમજ યુપીમાં ભાજપનું માનવું છે કે ઘણી લોકસભા બેઠકો પર ભાજપને સમર્થન આપતા લોકોના નામ અથવા ઉચ્ચ જાતિના મતદારોના નામ અંતિમ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. અયોધ્યા, શ્રાવસ્તી, બસ્તી સહિત અનેક લોકસભા મતવિસ્તારોમાં આ વાત સામે આવી છે.
અયોધ્યામાં પાર્ટીની હારની પણ સમીક્ષા
આ ઉપરાંત અયોધ્યામાં પાર્ટીની હારની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મહંત રાજુ દાસનું નિવેદન પણ ધ્યાને લેવામાં આવ્યું હતું. યુપીમાં પરિણામો અપેક્ષાઓથી વિપરીત હતા, તેથી પક્ષ પ્રમુખ તરીકે ભૂપેન્દ્ર ચૌધરીએ જેપી નડ્ડા સમક્ષ નૈતિક જવાબદારી લીધી હતી. આ સાથે જ દિલ્હી ભાજપના નેતા અરવિંદર સિંહ લવલી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા પહોંચ્યા હતા.