અમદાવાદ (Ahmedabad): મહેસાણાના(Mehsana) ઊંઝાના ભાજપના ધારાસભ્ય ડો.આશા પટેલનું (Dr. Aasha Patel) 44 વર્ષની ઉંમરે રવિવારના (Sunday) રોજ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં (Zydus Hospital) નિઘન (Death) થયું છે. ગઈકાલથી જ તેમની તબિયત ખૂબ નાજુક (Serious) હતી. તેઓ ડેન્ગ્યૂના કારણે તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. અતિગંભીર હાલત હોવાના કારણે તેઓનું નિધન થયું છે. ઝાયડસ હોસ્પિટલના ડાયરેક્ટરએ ગઈકાલે તેઓની સ્થતિ દર્શાવતા કહ્યું હતું કે, તેઓની હાલત ખૂબ નાજુક છે તેમજ ગઈકાલના રોજ તેમનું નિયમિત ડાયાલિસિસ થઇ રહ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝા ના ધારાસભ્ય ડો.આશા બહેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોક ની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. ભૂપેન્દ્ર પટેલે ડો.આશા બહેન પટેલે એક જાગતિક જન પ્રતિનિધિ તરીકે જનસેવા સાથે લોક પ્રશ્નો ના ઉકેલ માટે સતત કાર્યરત રહીને એક સંનિષ્ઠ ધારાસભ્ય તરીકે આપેલી સેવાઓની સરાહના કરી છે. મુખ્યમંત્રીએ સ્વ.આશા બહેન ના આત્માની શાશ્વત શાંતિની પ્રભુ પ્રાર્થના પણ કરી છે. આશાબેનના નિધનના સમાચારથી સમગ્ર ભાજપના નેતા, કાર્યકર્તા તેમજ સમર્થકોમાં શોકની લાગણી ફેલાય ગઈ છે. આજ સવારના રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા. જયારથી તેઓની નાજુક સ્થિતના સમાચાર મળ્યા છે ત્યારથી ભાજપ કાર્યકરો તેમના માટે પ્રાર્થના કરી રહ્યા હતા.
ડૉ.વી.એન.શાહે સારવાર દરમ્યાન ગઈકાલે જણાવ્યું હતું કે ડેન્ગ્યુના કારણે તેઓના અનેક અંગોમાં તકલીફ હતી. નવી દિલ્હીથી પરત આવ્યા બાદ તેઓને તાવ આવ્યો હતો. 7મી ડિસેમ્બરનાં રોજ તેમને ડેન્ગ્યુ હોવાનું માલૂમ પડયું હતું. ઊંઝામાં બે દિવસ તેમની સારવાર ચાલી હતી. ત્યારબાદ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં તેઓને ખસેડવામાં આવ્યા હતા. ડેન્ગ્યુ થયા બાદ તેઓને ફેફસાં, કિડની, હૃદય, લીવર તેમજ કિડની અંગેની તકલીફો થઈ હતી તેથી તેઓને હાલ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યાં હતાં.
ડો.આશા પટેલ વર્ષ 2017ના વર્ષમાં કોંગ્રેસના ઉમેદવાર હતા અને ઊંઝા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેઓ વર્ષ 2019માં ભાજપમાં જોડાયા. વર્ષ 2019માં ભાજપે તેઓને ઊંઝા બેઠક પરથી ફરી ટિકિટ આપી અને આશા પટેલ ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા.
કોણ હતા ડો.આશાબેન પટેલ?
-મહેસાણા જિલ્લાની ઊંઝા બેઠકથી ભાજપના ધારાસભ્ય રહ્યાં
-2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર બન્યા હતા વિજેતા
-2017માં ભાજપના દિગ્ગજ નારણ પટેલને આપી મ્હાત
-2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા
-પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત મેળવી
-એશિયાની સૌથી મોટી ઊંઝા APMCમાં પોતાની સમર્થનવાળી પેનલને વિજેતા બનાવી
-ઊંઝા APMCમાં નારણ પટેલના દબદબાને ખતમ કર્યો
-આશા પટેલના સમર્થનને કારણે દિનેશ પટેલ ઊંઝા APMCના ચેરમેન બન્યા
-મહેસાણા જિલ્લામાં કડવા પાટીદારનો શિક્ષિત યુવા ચહેરો