અમદાવાદ(Ahmedabad): રાજ્યની યુનિવર્સિટીઓમાં (University) ઓફલાઈન પરીક્ષાઓ (Offline Exzam) લેવાના મામલે મંગળવારે (Tuesday) ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઇ.ના વિદ્યાર્થીઓ (N.S.U.I Student) દ્વારા દેખાવો યોજવામાં આવ્યા હતા, અને કોરોના (Corona) કહેર વચ્ચે યુનિવર્સિટીઓ દ્વારા ઓફલાઈન પરીક્ષા સ્થગિત કરવા માંગણી કરી હતી.
- યુનિવર્સિટીઓ દ્વારા ઓફલાઈન પરીક્ષા સ્થગિત કરવા માંગણી
- રાજ્યભરમાં હાલ કોરોનાના કેસ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે
- પરીક્ષાઓ હાલ મુલત્વી રાખી વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે વિકલ્પ આપવો
એન.એસ.યુ.આઇ.ના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકી જણાવ્યું હતું કે યુનિવર્સિટી સત્તાવાળાઓને માત્ર ને માત્ર ફી ઉઘરાવવામાં જ રસ હોય છે. વિદ્યાર્થીઓની કોઈ ચિંતા કરવામાં આવતી નથી. કોરોનાની પરિસ્થિતિઓમાં ઓફલાઈન પરીક્ષા લેવી, પરિણામો સમયસર ન આપવા જેવી તમામ બાબતે યુનિવર્સિટીઓનું કોઈ આગોતરૂ આયોજન જોવા મળતું નથી.
રાજ્યભરમાં હાલ કોરોનાના કેસ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. તેવા સંજોગોમાં યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષાઓનું આયોજન કરવું વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા સમાન છે. હાલની પરિસ્થિતિને જોતા યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષાઓ હાલ મુલત્વી રાખી વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે વિકલ્પ આપવો જોઈએ.
જીટીયુ દ્વારા લેવાનારી સેમેસ્ટર-3ની તમામ પરીક્ષા મોકૂફ
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા આગામી 20મી જાન્યુઆરીથી શરૂ થતી સેમેસ્ટર-3ની ઓફલાઈન પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાને લેતાં જીટીયુ દ્વારા આગામી 20મી જાન્યુઆરીથી ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીની સેમેસ્ટર-3ની ઓફલાઈન પરીક્ષાઓ અંગે વિદ્યાર્થીઓએ ભારે વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કરતાં આખરે જીટીયુ દ્વારા હાલ પૂરતી આ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પછી આ પરીક્ષાઓ ક્યારે અને કેવી રીતે લેવી તે અંગે જીટીયુ ટૂંક સમયમાં નિર્ણય કરશે.