નવી દિલ્હી : મોદી સરકારની આજ રોજ મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં (Union Cabinet Meeting) ત્રણ મહત્વના મુદ્દાઓ પર નિર્ણય (Important Decisions) લેવામાં આવ્યા હતા. જેમાં સૌથી મહત્વાનો નિર્ણય ખેડૂતો (Farmers) માટે લીધો હતો. આ સાથે બીજો મહત્વનો નિર્ણય સરકારી ટેલિકોમ કંપની BSNLમાટે 89,047 કરોડ રૂપિયાના રિવાઇવલ પેકેજને મંજુરી અને ત્રીજો હરિયાણામાં (Haryana) મેટ્રો (Metro) શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ખેડૂતો માટે સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો
મોદી સરકારની મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રીય મંત્રીમંડળે 23-24ની માર્કેટિંગ સિઝન માટે ખરીફ પાકની મીનીમમ સપોર્ટ પ્રાઇઝ (MSP)માં વધારો કરવા માટે મંજુરી આપવામાં આવી હતી. એટલે કે અમુક પાકના ટેકાના ભાવમાં વધારો કરવાની મંજુરી આપવામાં આવી હતી. જેમાં તુવેરદાળનો મીનીમમ સપોર્ટ પ્રાઇઝ 400 રૂપિયા વધારીને 7,000 પ્રતિ ક્વિંટલ કરવામાં આવ્યો હતો. આ સાથે અડદ દાળમાં MSP 350 રૂપિયામાં વધારો કરીને 6,950 રૂપિયા પ્રતિ ક્વિંટલ કરવામાં આવ્યો હતો. આ સાથે અન્ય પાકની મીનીમમ સપોર્ટ પ્રાઇઝ (MSP)માં પણ વધારો કરવામાં આવ્યો હતો.
BNSLના 89,047 કરોડના રિવાઈલ પેકેજને મંજૂરી અપાય
કેન્દ્રની કેબિનેટ બેઠકમાં સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLમાટે 89,047 કરોડ રૂપિયાના રિવાઈલ પેકેજને મંજુરી આપવામાં આવી હતી. આ મંજુરી આપવાનું કારણ ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLમાં 4G-5G સર્વિસ શરૂ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જો વાત કરીએ તો આ પહેલા વર્ષ 2022માં જુલાઈ મહિનામાં 1.64 લાખની રકમ જાહેર કરી હતી.
કરોડના ખર્ચે તૈયાર થશે મેટ્રો
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં હરિયાણામાં મેટ્રોની કામગીરી શરૂ કરવાના નિર્ણયને મંજુરી આપવામાં આવી હતી. જેમાં ગુરૂગ્રામમાં હુડા સિટી સેન્ટરથી સાયબર સિટી સુધી મેટ્રોની કામગીરી શરૂ કરાવાની મંજુરી મળી હતી. આ ગુરૂગ્રામમાં હુડા સિટી સેન્ટરથી સાયબર સિટી સુધીની મેટ્રો પ્રોજેક્ટ 5,452 કરોડના ખર્ચે તૈયાર થશે.