ગાંધીનગર : યુનાઈટેડ નેશનનના (UN) વડા એન્ટેનીયો ગૂટેરસે આજે ઉત્તર ગુજરાતમાં (Gujarat) મોઢેરા (Modhera) સૂર્ય મંદિર તથા મોઢેરા સોલાર વિલેઝની પણ મુલાકાત લીધી હતી. એન્ટેનીયો ગૂટેરસે મોઢેરા ખાતે કહ્યું હતું કે પર્યાવરણમાં આવી રહેલા ફેરફારથી બચવા માટે સોલાર ઊર્જા એક મહત્વનો ઉપાય છે. સોલાર ઊર્જાથી આપણે પૃથ્વીને બચાવી શકીશું. ભારતીય એરફોર્સના સ્પે. હેલિકોપ્ટર દ્વારા મોઢેરા આવી પહોંચેલા યુએનના વડા એન્ટેનીયો ગૂટેરસનું પરંપરાગત રીતે મોઢેરા ખાતે સ્વાગત કરાયું હતું. તેમણે મોઢેરા ગામના લોકો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. જ્યારે આગળ વધીને તેમણે મોઢેરા સૂર્ય મંદિરની પણ મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે સૂર્ય ઊર્જા દ્વારા મોઢેરાના લોકોના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે, એટલું જ નહીં જીવનમાં સમૃદ્ધિ પણ આવશે.
યુએનના વડાએ મોઢેરા સૂર્ય મંદિર અને સોલાર ગામની મુલાકાત લીધી
By
Posted on