સુરત: સુરત (Surat) સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) આજે સામાજિક અગ્રણી કલ્પેશભાઈ મહેતા એ સ્વર્ગવાસી પિતાશ્રીની માસિક પુણ્ય તિથિ નિમિત્તે આજરોજ વર્ગ-4 ના 551 કર્મચારીઓને છત્રી (Umbrella) વિતરણ કરી માનવ સેવા એજ પ્રભુ સેવા ના સૂત્ર સાર્થક કર્યું હતું. કલ્પેશભાઈ કહ્યું હતું કે પૂજા-અર્ચના મન ની કરાઈ, ખર્ચ કરી ને ધુમાડો કરવા કરતાં ગરીબ લોકોની મદદમાં વપરાયેલો રૂપિયો ભગવાનના પ્રસાદ સમાન જ હોય છે. આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો ગણેશ ગોવેકર અને નરસિંગ અગ્રણી ઇકબાલ કડીવાળા સહિતના તમામ ડોક્ટરો ઉપસ્થિતિ રહ્યા હતા. તમામ સફાઈ કર્મચારી ભાઈ-બહેનોએ સેવાભાવી કલ્પેશભાઈનો આભાર વ્યક્ત કરી એમના પિતાશ્રી ની આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમ સિવિલ હોસ્પિટલ કિડની બિલ્ડીંગ બહાર રાખવામાં આવ્યો હતો.
કલ્પેશભાઈ એ જણાવ્યું હતું કે પિતા સામાજિક કાર્ય સાથે જોડાયેલા રહેતા હતા. હમેશા લોકોની મદદે આગળ રહેવું એમનો વિચાર હતો. માનવ સેવા એજ પ્રભુ સેવા નો મંત્ર આપતા હતા. હવે પિતાશ્રી પ્રભુના દરબારમાં ચાલી ગયા છે એટલે એમની આ સેવા ને આગળ વધારવાના સંકલ્પ ને સાર્થક કરી રહ્યો છું. જીવનમાં પ્રભુ એ જે આપ્યું છે એનાથી સંતુષ્ટ છું બસ ગરીબ અને લાચાર લોકોની બન્ને હાથે સેવા કરી જીવનનું ઋણ અદા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. મેં મારો મોબાઈલ નંબર પણ સિવિલમાં આપ્યો છે જે કોઈ ગરીબ ની મદદ નો કોલ આવે એટલે ઓછા સમયમાં એની જરૂરિયાત પૂરી કરી શકું એવો સંકલ્પ કર્યો છે. મારી આ સેવાકીય પ્રવુતિમાં મારું આખું પરિવાર સાથ-સહકાર આપી રહ્યું છે.
ઇકબાલ કડીવાળા એ કહ્યું હતું કે કે કલ્પેશભાઈ કોવિડ ના દુઃખદ સમય ખૂબ જ સેવાકીય પ્રવૃતિઓ કરી ચુક્યા છે. બ્લડ, ગરીબો માટે દવા ની આર્થિક સહાય, બિનવારસી લોકોની મદદ, પોતાના કે પરિવાર ના જન્મ દિવસ કે એનિવર્સી સમયમાં સિવિલના બાળ વિભાગ કે વોર્ડમાં ઉજવણી કરવી, બાળકોને ગમતી ગિફ્ટ આપી એમના મોઢા પર સ્મિથ લાવતા રહ્યા છે. આદિવાસી વિસ્તાર હોય કે સિવિલ નો સગર્ભા સ્ત્રી રોગ વિભાગ હોય બેબી કીટ, સાડી વિતરણ, શિયાળાની ઋતુ માં ફૂટપાર્થ અને સિવિલમાં ધાબળા વિતરણ જેવી સેવા સાથે પણ સંકળાયેલા છે. કલ્પેશભાઈ હમેશા માર્ગ દર્શન સાથે આગળ વધવાની આદત સાથે હોસ્પિટલમાં સેવા માટે આવતા રહે એવી જ પ્રભુ ને પ્રાથના કરતા રહીશું