ઉમરગામ : ઉમરગામમાં (Umargam) મકાનના ઓટલા પર કોઈક નવજાત બાળકને (New Born Baby) ત્યજી ગયું, બાળકને હોસ્પિટલમાં (Hospital) ખસેડાયું છે.ઉમરગામના સોળસુંબા પૂર્વ વિસ્તારમાં શિવમ રેસીડન્ટની સામે એક મકાનની બહાર ઓટલા ઉપરથી નવજાત શિશું મળી આવતા વિસ્તારમાં ચકચાર ગઈ છે. મકાન માલિકને સવારે ઓટલા ઉપર બાળક જોવા મળતા તાત્કાલિક તેઓએ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
બાળક તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું છે
આ નવજાત બાળક જે એક થી ત્રણ દિવસનું હોવાનું માનવામાં આવે છે તેને તાત્કાલિક ઉમરગામની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. બાળક તંદુરસ્ત હોવાનું જાણવા મળ્યું છે અને તે નવજાત બાળક (છોકરો) છે આ નવજાત બાળકને તરછોડનાર જનેતાની ઉમરગામ પોલીસ શોધખોળ કરી રહી છે.
પુત્રને જન્મ આપ્યા બાદ તબિયત બગડતાં વિરાવળ ગામની સગર્ભાનું મોત
વિરાવળ ગામની સગર્ભા મહિલાએ પુત્રને જન્મ આપ્યા બાદ તબિયત બગડતા મોત નીપજયાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.નવસારીના વિરાવળ ગામે મોટા હળપતિવાસમાં ટીંકલબેન હિરલકુમાર હળપતિ (ઉ.વ. 23) રહેતી હતી. ટીંકલબેનના ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. જે લગ્ન જીવન દરમિયાન ટીંકલબેન સગર્ભા બન્યા હતા.
તબિયત વધુ લથડતા સારવાર અર્થે સુરત સિવિલમાં રીફર કર્યા
જેથી ગત 17મીએ તેમને ડીલવરી માટે નવસારી સિવિલ હોસ્પીટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેણીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. પરંતુ પુત્રને જન્મ આપ્યા બાદ ટીંકલબેનની તબિયત વધુ લથડતા તેણીને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હોસ્પિટલના ડોક્ટરે ખટોદરા પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાગળો નવસારી ગ્રામ્ય પોલીસ મથકે મોકલતા આગળની તપાસ પી.એસ.આઈ. પી.વી. પાટીલે હાથ ધરી છે.
પરિવાર પર હવે નવજાત ને સાચવવની જવાબદારી આવી પડી છે
આ સમગ્ર દુખદ ઘટનાની જાણ થતા વીરાવળ ગામમાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે.સુખદ રીતે દીકરાને જન્મ આપ્યા બાદ એકાએક તબિયત લથડતાં ટીકલ હળપતિને વધુ સારવાર અર્થે નવસારી સિવિલમાં સુરત રેફર કરવામાં આવતા ત્યાં મોતને ભેટનાર પરિણીતા પોતાના વ્હાલ સોયા પુત્રનું મુખ પણ જોઈ શક્યા ન હતા.નવજાત બાળકને માતા ની હુંફ અને ધાવણ ની જરૂર હોય છે ત્યારે જન્મતાજ માતા ને ગુમાવનાર બાળક સહિત પરિવાર પર હવે નવજાત ને સાચવવની જવાબદારી આવી પડી છે.