યુક્રેન: યુક્રેન (Ukraine) અને રશિયા (Russia) વચ્ચે છેલ્લા 9 મહિનાથી ચાલી રહેલા યુદ્ધ (war) માં યુક્રેનમાં ભારે તબાહી મચી ગઈ છે. નાનકડો દેશ યુક્રેન હજુ પણ યુદ્ધની આગમાં સળગી રહ્યું છે. અને યુદ્ધની આ આગ અને ત્યારબાદ મચી ગયેલી તબાહીથી સમગ્ર વિશ્વ તેનાથી પ્રભાવિત થઇ રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધથી તેલની કિંમતમાં ભારે ઉછાળો આવ્યો છે. વિશ્વભરમાં ઊર્જા સંકટ વધી રહ્યું છે. અને ઘણા દેશોની અર્થવ્યવસ્થા સ્લો ડાઉન થઇ ચુકી છે.જોકે હવે યુદ્ધ રોકવાબા સંકેત મળી રહ્યા છે. જેને લઇને હવે એક આશા જાગી છે કે, બને દેશ વચ્ચે વાટાઘાટોથી યુદ્ધ સમાપ્ત થઇ જાય.
ફેબ્રુઆરી મહિનાની 24 તારીખનો દિવસ ખુબ જ મનહૂસ હતો
વર્તમાન વર્ષે ફેબ્રુઆરી મહિનાની એ 24 તારીખનો દિવસ દરેક દેશ માટે ખુબ જ મનહૂસ હતો. આ દિવસે રુસી સેનાએ યુક્રેન ઉપર હમલો કરી દીધો હતો. અને છેલ્લા 9 યુક્રેન મહિનાથી ભયાનક યુદ્ધની આગમાં સળગી રહ્યું છે. રૂસે યુક્રેન યુદ્ધમાં ભારે વિનાશ સર્જાયો હતો. રશિયન સૈનિકોએ યુક્રેન પર ભીષણ હુમલો કર્યો. ઘણા શહેરો પર રહેણાંક વિસ્તારોમાં મિસાઈલ હુમલા થયા અને ભારે વિનાશ થયો હતો.
રૂસે ખેરસોન માંથી રશિયન સૈન્યને પાછા વાળવાની હાકલ કરી છે
રશિયાએ યુક્રેનના ખેરસન વિસ્તારમાંથી તેમના સૈનિકોને પરત ફરવા માટેની હાકલ કરી છે. બુધવારે, રશિયન સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુએ તેમના સૈનિકોને ખેરસન નજીક નીપ્રો નદીના પશ્ચિમ કાંઠેથી પાછા હટવા કહ્યું હતું. આના પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે તે દર્શાવે છે કે,રશિયન સેના કોઈક ‘સમસ્યા’થી ઝઝૂમી રહી છે. તમને જણાવી દઈએ કે ખેરસન એ જ વિસ્તાર છે, જેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બે મહિના પહેલા સ્વતંત્ર દેશ જાહેર કર્યો હતો. હવે રશિયાએ પોતાની સેનાને ત્યાંથી પાછા ફરવાનો આદેશ આપ્યો છે. આવી સ્થિતિમાં તેને રશિયા માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
બને દેશોની શાંતિ માટે મંત્રણાની સાનુકૂળ સ્થિતિનું નિર્માણ થવું જેઓએ :અમેરિકા
યુદ્ધની મંત્રનાને લાઇને અમેરિકી અધિકારીએ કહ્યું કે તે શાંતિ મંત્રણા માટે સાનુકૂળ સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ખેરસનમાંથી રશિયન સૈનિકો હટાવવાની જાહેરાત બાદ અમેરિકાએ પણ શાંતિ મંત્રણાની આશા વ્યક્ત કરી છે. પાર્પ્ત અહેવાલ મુજબ યુએસ જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ માર્ક મિલીએ કહ્યું છે કે ખેરસનમાંથી રશિયન સૈનિકોની હટાવવાથી બંને દેશો માટે શાંતિ મંત્રણાનો માર્ગ ખુલશે. તેમણે દાવો કર્યો છે કે આ યુદ્ધમાં ઓછામાં ઓછા 100,000 રશિયન સૈનિકો માર્યા ગયા છે. જ્યારે 40,000 યુક્રેનિયન માર્યા ગયા છે. તેમણે કહ્યું કે આ યુદ્ધ માનવતા માટે ઘણું નુકસાનકારક સાબિત થયું છે.