સુરત: ઉકાઈ ડેમ (ukai dam)ના ઉપરવાસમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદ (rain)ને પગલે ગઇકાલે મધરાતે ડેમમાં 1.91 લાખ ક્યુસેક પાણીનો મોટો જથ્થો ઠાલવવામાં આવ્યો હતો. જેને પગલે ઉકાઈ ડેમના સત્તાધીશોએ આજે બપોરથી ડેમમાંથી વીસ હજાર ક્યુસેક પાણી સતત છોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ બપોરે પાણીની આવકમાં ઘટાડો નોંધાયો હતો. તથા ઉપરવાસમાંથી પણ હથનુર ડેમ (hathnur dam)માંથી પાણી છોડવાનું ક્રમશ ઘટાડી દેવાતા ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય તોડી ફેરવવામાં આવ્યો હતો.
હાલ ઉકાઈ ડેમ રૂલ લેવલે પહોંચી ગયો છે. દક્ષિણ ગુજરાત (south gujarat)ની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ચાલુ વર્ષે શરૂઆતથી પાણીના આવકની તંગી જોવા મળી હતી. ચાલુ વર્ષે ડેમની સપાટી સારી હોવાથી પાણીનું આ વર્ષે તો સંકટ નહોતું. પરંતુ જો ડેમ ન ભરાત તો આવતા વર્ષે પાણીની મોટી તંગી ઊભી થઈ હોત. પરંતુ ઉકાઈ ડેમ છેલ્લે છેલ્લે તેના રૂલ લેવલ (rule level)ને પાર કરી ગયો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી શહેરમાં સિઝનની સૌથી વધારે પાણીની આવક થઇ છે. જેમાં ગઇકાલે મધરાતે તો ડેમમાં ૧.૯૧ લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી. જેને પગલે ડેમની સપાટી રૂલ લેવલની કટોકટ પહોંચી ગઈ હતી.
ઉપરવાસમાં વરસાદ શાંત પડતા બપોરથી 20 હજાર ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય ફેરવી તોળાયો
ઉલ્લેખનીય છે કે હાલ ઉકાઈ ડેમનું રૂલ લેવલ 340 ફુટ છે. રૂલ લેવલને જાળવી રાખવા ડેમના સત્તાધીશોએ કોઈ મોટી આફત નહી આવે તે માટે બપોરે 2 વાગેથી 20 હજાર ક્યુસેક પાણી કંટીન્યુ છોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ઉપરવાસમાં ગઈકાલથી વરસાદે વિરામ લીધો છે. અને ડેમમાં બપોરે પાણીની આવક ઘટીને 1.43 લાખ ક્યુસેક નોંધાઈ હતી. જ્યારે હથનુર ડેમમાંથી પણ માત્ર 38 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે ડેમમાંથી કંટીન્યુ વીસ હજાર ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય તોડી ફેરવવામાં આવ્યો હતો. બપોરે ઉકાઈ ડેમની સપાટી 339.14 ફુટ નોંધાઈ હતી. જ્યારે ડેમમાંથી 22000 કયુસેક પાણી હાઈડ્રો માટે છોડવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું.
સુરત શહેર જિલ્લામાં સામાન્ય વરસાદ યથાવત ઉપરવાસમાં ગઈકાલથી વરસાદે સામાન્ય વિરામ લીધો છે. ગઈકાલે શહેરમાં તથા જિલ્લામાં વરસાદે વિરામ લીધા બાદ આજે ફરી સવારથી ઝરમર વરસાદથી શહેરમાં ઠંડક પ્રસરી હતી. બારડોલીમાં 2, ચોર્યાસીમાં 11, કામરેજમાં 10, મહુવામાં 16, માંડવીમાં 5, માંગરોળમાં 29, ઓલપાડમાં 34, પલસાણામાં 11, સુરત શહેરમાં 14 અને ઉમરપાડામાં 71 મીલીમીટર વરસાદ નોંધાયો હતો.