SURAT

ઉકાઈ ડેમના 12 ગેટ ખોલી આટલું પાણી છોડવાનું શરૂ કરાયું

સુરત: ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી (Last 2 Days) ફરી ભારે વરસાદને (Heavey Rain) પગલે હથનુર (Hathnur) અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું છે. ઉકાઈ ડેમમાં આજે 2.22 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા ડેમના 12 દરવાજા ખોલી 1.50 લાખ ક્યુસેક પાણી છોડવાનું ચાલુ કરાયું છે.

ઉપરવાસમાં પણ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી ત્રણેક દિવસ સુરત શહેર – જિલ્લા તથા ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. ઉકાઈ ડેમનું લેવલ હાલ 335 ફૂટ છે. અને ડેમની સપાટી આજે 334.89 ફૂટ નોંધાઈ હતી. ડેમ રૂલ લેવલની નજીક પહોંચતા તંત્ર માટે રૂલ લેવલ જાળવી રાખવું એક મોટો પડકાર છે. જેને પગલે હાલ ડેમમાં જેટલું પાણી આવશે એ છોડવાનું શરૂ કરાયું છે. ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી આ પહેલા વરસાદને કારણે પાણીની આવકમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાં આવેલા રેઈનગેજ સ્ટેશનો પૈકી ટેસ્કામાં ચાર ઇંચ, ચીકલધરા, દેડતલાઈ અને નંદુરબારમાં દોઢ ઇંચ તથા સાગબારામાં સવા ઇંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે ઉકાઈ ડેમમાં આજે હથનુર ડેમમાંથી 36 ગેટ પૂરેપૂરા ઓપન કરી 1.09 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું.

ઉકાઈ ડેમમાં સાંજે 2.22 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઇ
પ્રકાશા ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી છોડવાનું ચાલું છે. જેને કારણે આજે ઉકાઈ ડેમમાં સાંજે 2.22 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી. આગામી કલાકોમાં પાણીની આવકમાં હજી વધારો નોંધાશે. જેને કારણે ઉકાઈ ડેમના સાત ગેટ સાત ફૂટ, ચાર ગેટ 6 ફૂટ અને એક ગેટ 5 ફૂટ મળી કુલ 12 ગેટ ખોલીને 1.50 લાખ ક્યુસેક પાણી છોડવાનું ચાલુ કર્યું છે. જેને પગલે તાપી નદી આગામી ચોવીસ કલાકમાં ફરી બંને કાઠે વહેતી દેખાશે.

શહેર જિલ્લામાં પણ મેઘમહેર, ઉમરપાડામાં બે ઇંચ
શહેર અને જિલ્લામાં પણ આજે સર્વત્ર વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં સૌથી વધારે વરસાદ ઉમરપાડામાં નોંધાયો હતો. ઉમરપાડામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય ઓલપાડમાં 3 મીમી, કામરેજમાં એક ઇંચ, ચોર્યાસીમાં 5 મીમી, પલસાણા, બારડોલી અને મહુવામાં અડધો ઇંચ, માંગરોળ અને માંડવીમાં એક ઇંચ તથા સુરત શહેરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. આગામી બે-ત્રણ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે.

ઉકાઈ ડેમની હાલ સપાટી 334.89 ફૂટ
ટેસ્કામાં ચાર ઇંચ, ચીકલધરા, દેડતલાઈ અને નંદુરબારમાં દોઢ ઇંચ તથા સાગબારામાં સવા ઇંચ વરસાદ નોંધાયો હથનુરમાંથી 1.09 લાખ હથનુરમાંથી 1.09 લાખ અને પ્રકાશામાંથી 1.20 લાખ ક્યુસેક પાણી છોડાયું, ઉકાઇ ડેમમાં પાણીની આવક 2.22 લાખ ક્યુસેક

Most Popular

To Top