SURAT

યુકેની કોર્ટે કહ્યું કે જતીન મહેતા સામે ઠગાઇના મજબૂત પુરાવા છે ભારતમાં છોડી દો

સુરત: 3098 કરોડના બેંક લોન કૌભાંડમાં (Bank Loan SCAM) ઈંગ્લેન્ડ અને વેલ્સ હાઈકોર્ટે (ચેન્સરી ડિવિઝન), સુરતની વિનસમ ડાયમંડ (સુરાજ ડાયમંડ)નાં માલિક જતીન મહેતા અને તેમના ભાઈઓની ફ્રીઝ સંપત્તિઓ અને તેમના પાસપોર્ટને મુક્ત કરવાની અરજીને નકારી કાઢી છે. આ ચુકાદાને પગલે જતીન મહેતા સહિતના બેંકલોન કૌભાંડના ડિફોલ્ટરનાં પ્રત્યાર્પણનો માર્ગ મોકલો થયો છે.

સુરતનાં કતારગામ વસ્તાદેવડી રોડ પર મેન્યુફેક્ચરિંગ યુનિટ અને મુંબઈમાં કોર્પોરેટ ઓફિસ ધરાવનાર જતીન મહેતા અને કંપનીના પારિવારિક ડાયરેક્ટરો દ્વારા જુદીજુદી રાષ્ટ્રીયકૃત બેંકોના 3098 કરોડ ડુબાડવામાં આવ્યા હતાં. એ ઉપરાંત સુરત-મુંબઈના હીરા ઉદ્યોગકારો પાસે લોન, હીરા લઈ 6700 કરોડની ઠગાઈ કરી વિદેશ ભાગી ગયા હતાં. ભારતની એજન્સીઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની ટીમ દ્વારા આ મામલે મુંબઇ અને અમદાવાદની કોર્ટમાં ગુનાઓ દાખલ કરી ભાગેડુ જતીન મહેતા સહિતના લોકોને પરત લાવવા 2013 માં ઇન્ટરપોલ ને જાણ કરી હતી.

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક યુકે અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક ઈન્ડિયા દ્વારા બ્રિટનની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી બીજી તરફ ભારત સરકારે પણ જતીન મહેતાના પ્રત્યાર્પણની માંગ કરી હતી. આ કેસ પર થયેલી સુનાવણીમાં કોર્ટે ટિપ્પણી કરી હતી કે ‘એમને ભારતમાં છોડી દો, જતીન મહેતા સામે છેતરપિંડીના મજબૂત પુરાવા છે’ ઈંગ્લેન્ડ અને વેલ્સ હાઈકોર્ટ (ચેન્સરી ડિવિઝન)ના જસ્ટિસ એડવિન જ્હોન્સને કહ્યું હતું કે,“હું સંતુષ્ટ છું કે આ છેતરપિંડી, એક મોટી આંતરરાષ્ટ્રીય છેતરપિંડી છે, પુરાવાના આધારે જોતાં ‘મોટી આંતરરાષ્ટ્રીય છેતરપિંડી’ના ‘મજબૂત’ પુરાવા છે.

આ આદેશ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક યુકે દ્વારા સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક ઈન્ડિયા (એકસાથે SCB તરીકે ઓળખવામાં આવે છે) સાથે 2013 ની આસપાસ થયેલા 1 બિલિયન અમેરિકન ડોલરની છેતરપિંડીનાં કેસમાં આપવામાં આવ્યો છે.નો આરોપ લગાવતા કેસ સાથે સંબંધિત છે. વિનસમ ડાયમન્ડ્સ એ એક વિશાળ કોર્પોરેટ ડિફોલ્ટ હતું જે 2013 માં ક્યારેક બિઝનેસ જગતમાં ફાટી નીકળ્યું હતું .તે જ રીતે મેહુલ ચોકસીનું ગીતાંજલિ જેમ્સ અને નીરવ મોદી બેંક ધિરાણનાં હજારો કરોડ લઈ વિદેશ ભાગી ગયા હતાં. વિન્સમ ડાયમન્ડ્સ અને તેના સ્થાપક જતિન મહેતા, તેમની પત્ની સોનિયા અને બે પુત્રો વિપુલ અને સૂરાજ કરોડોનું ફુલેકુ ફેરવી વિદેશ ભાગી ગયા હતાં. ભારતમાંથી ગાયબ થઈ ગયા પછી તેઓ ક્યારેય પાછા ફર્યા નથી, તેમની પાછળ બેંકો અને ડાયમંડ કંપનીઓની 6,700 કરોડની લોન ફસાઈ છે.

દિનેશ નાવડિયા ડાયમંડ એસો.ના પ્રમુખ હતા ત્યારે જતીન મહેતાને ભારત લાવવા માંગ કરી હતી
સુરતની હીરાની કંપની વિનસમ ડાયમન્ડ્સ એન્ડ જ્વેલરી લિમિટેડ તેમજ ફોરએવર પ્રેશિયસ ડાયમંડ્સ એન્ડ જ્વેલરી લિમિટેડના માલિક જતીન મહેતા અને તેના પરિવારના સભ્યોએ બેંકોની સાથે સુરત મુંબઈની ડાયમંડ કંપનીઓના માલિકોની મૂડી પણ લઈ વિદેશ ભાગી જતાં 2013-14 માં એ સમયના સુરત ડાયમંડ એસોસિએશનનાં પ્રમુખ દિનેશ નાવડિયા એ જતીન મહેતાને ભારત લાવી બેંકો અને સુરત-મુંબઈની ડાયમંડ પેઢીઓની ફસાયેલી મૂડી પરત આવવા રાજ્ય અને કેન્દ્ર સરકારના વિભાગોમાં રજૂઆત કરી હતી.

દિનેશ નાવડિયા એ 2014 માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા તેમને પણ પત્ર લખી જતીન મહેતાને ભારત લાવવા માંગ કરી હતી.જતીન મહેતા એ ત્યારે ભારતમાં ફુલેકુ ફેરવી દુબઈના ફ્રી ટ્રેડ ઝોનમાં વેપાર ચાલુ રાખ્યો હતો. વિનસમ ડાયમન્ડ્સ એન્ડ જ્વેલરી લિમિટેડ તેમજ ફોરએવર પ્રેશિયસ ડાયમંડ્સ એન્ડ જ્વેલરી લિમિટેડના માલિકી જતીન મહેતા વિરૂદ્ધ એક ડઝનથી વધુ ભારતીય બેંકોના રૂપિયા 3098 કરોડ ચાઉ કરી દેશ છોડીને લંડન ભાગી જવાનો આરોપ છે. લંડનની નાગરીકતા પ્રાપ્ત કર્યા પછી આરામથી લંડનમાં રહેતા હીરાના વેપારી જતીન મહેતા તેની પત્ની સોનિયા અને બે પુત્રો વિશાલ અને સૂરાજ સામે બ્રિટનની હાઈકોર્ટેમાં સુનાવણી થઈ હતી.જોકે મહેતા પરિવારે આ ઓર્ડર સામે અપીલ અરજી દાખલ કરવાનો નિર્ણય લીધો છે.

Most Popular

To Top