SURAT

સુરતમાં દીકરીના જન્મ બાદ હોસ્પિટલના બેડ પર જ માતાનું મૃત્યું, સર્જાયા ભાવુક દ્રશ્યો

સુરત : સુરત (Surat) નાં ઉધના (Udhana) વિસ્તારનાં રહેતી મહિલા(Woman)ને ગતરોજ પ્રસવ પીડા (Labor pain) ઉપડી હતી. જેથી પરિવારજનો મહિલાને ખાનગી હોસ્પિટલ (Hospital) માં લઇ ગયા હતા. જ્યાં મહિલાએ દીકરીને જન્મ આપ્યો હતો. જો કે ત્યારબાદ મહિલાની હાલત ગંભીર બનતા વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે મહિલાનું સ્મીમેર હોસ્પિટલ ખસેડાતા પહેલા જ મોત નીપજ્યું હતું. જેના પગલે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી હતી. તેમજ બેદરકારી દાખવનારા ઉધનાની ખાનગી હોસ્પિટલના તબીબો સામે કાર્યવાહીની માંગ કરી હતી. અંતે મામલો થાણે પાડવા માટે પોલીસની મદદ લેવાઇ હતી.

  • ઉધનામાં દીકરીનાં જન્મ બાદ મહિલાનું મોત થયું
  • ખાનગી હોસ્પિટલના તબીબો સામે પરિવારજનોમાં રોષ
  • પરિવારજનોએ સ્મીમેર હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો
  • મૃતદેહ નહીં સ્વીકારી ખાનગી તબીબો સામે કાર્યવાહી માંગ કરતાં પોલીસ બોલાવી

સમગ્ર મામલે સ્મીમેર હોસ્પિટલના આરએમઓ ડો.અરવિંદે જણાવ્યું હતું કે, ઉધના વિસ્તારમાં રહેતી દિપાલી એકનાથ પાટીલ નામની મહિલાને પ્રસવ પીડા ઉપડતા ઉધનાની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જોકે મહિલાને વધુ સારવાર માટે તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં તેઓનું મોત થતા પરિવારજનો દ્વારા હોબાળો મચાવાયો હતો. દિપાલીનું ખાનગી હોસ્પિટલમાં જ મોત નિપજ્યાં બાદ મૃત હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખસેડાઇ હતી. દીકરીનાં જન્મને 24 કલાક પણ પુરા ન થયા હતા ત્યાં જ માતાનું મોત થતા પરિવારજનો રડી પડ્યા હતા. તેમજ ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

આ વિડીયો જોવા અહીં ક્લિક કરો

આ હતી સમગ્ર ઘટના
મળતી માહિતી મુજબ મહિલાની ગતરોજ બપોરના સમયે સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી હતી. જેમાં દીકરીનો જન્મ થયો હતો. જો કે ડિલિવરી બાદ મહિલાની હાલત ગંભીર બની હતી. જેના પગલે ખાનગી હોસ્પિટલમાંથી મહિલાને સ્મીમેર હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. જો કે મહિલા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. જેના પગલે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. તેમજ ડોકટરની બેદરકારીથી મહિલાનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. મહિલાના મોતનાં પગલે પરિવારજનોએ હોસ્પિટલનો ઘેરાવો કરવાની તેમજ હોસ્પિટલ બંધ કરાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. મહિલાને દીકરીનો જન્મ થયો હતો. આ ઉપરાંત તેઓએ એક દીકરો પણ છે. માતાના એકાએક મૃત્યુથી બંને બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી હતી.

Most Popular

To Top