મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર(Maharashtra)માં એકનાથ શિંદે (EK Nath Shinde) સીએમ (CM) બન્યાના એક દિવસ બાદ પૂર્વ મુખ્યમંત્રી (Former CM) ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ કહ્યું કે જો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) મને આપેલું વચન પૂરું કર્યું હોત તો આજે રાજ્યમાં ભાજપ (BJP)નો સીએમ(CM) હશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ગઈ કાલે જે થયું, 2019માં ગઠબંધન વખતે મેં અમિત શાહને અઢી વર્ષ માટે શિવસેનાના મુખ્યમંત્રી રહેવા કહ્યું હતું અને એવું જ થયું. જો તેઓ સંમત થયા હોત, તો મહાવિકાસ અઘાડીની રચના થઈ ન હોત અને હવે અઢી વર્ષ પછી મહારાષ્ટ્રમાં બીજેપી પાસે મુખ્યમંત્રી હોત.
આ મુખ્યમંત્રી શિવસેનાના નથીઃ ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, મહારાષ્ટ્રમાં જે રીતે આ સરકાર બની છે. શિવસેનાના કહેવાતા કાર્યકર (એકનાથ શિંદે)ને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. અમિત શાહને મેં આજ વાત કહી હતી. આ સન્માનપૂર્વક કરી શકાતું હતું. શિવસેના સત્તાવાર રીતે તે સમયે તમારી સાથે હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આ સીએમ શિવસેનાના નથી. મેટ્રો શેડને આરેમાં શિફ્ટ કરવાના નિર્ણય અંગે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મારો ગુસ્સો મુંબઈના લોકો પર ન કાઢો. મેટ્રો શેડ શિફ્ટ કરવાનો નિર્ણય બદલશો નહીં. મુંબઈના વાતાવરણ સાથે રમશો નહીં. ખરેખર વાત એમ છે કે દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ બનતાની સાથે જ મેટ્રો શેડને આરેમાં શિફ્ટ કરવાનો આદેશ આપ્યો છે.
ભાજપનો મોટો દાવ
ઉલ્લેખનીય છે કે જ્યારથી મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઉભું થયું હતું ત્યારથી મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ચર્ચાઈ રહ્યું હતું. પરંતુ ભાજપે મોટી દાવ રમતા ગુરુવારે શિવસેનાના બળવાખોર એકનાથ શિંદેને સમર્થન આપીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવ્યા છે અને દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે.આ પહેલા ભાજપે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળીને ફ્લોર ટેસ્ટની માંગ કરી હતી. ભાજપની માંગ પર રાજ્યપાલે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. જો કે રાજ્યપાલના આ નિર્ણય સામે શિવસેનાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જોકે, કોર્ટે ફ્લોર ટેસ્ટ કરાવવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.