નવી દિલ્હી: ધીમે-ધીમે ઘણા વિરોધ પક્ષો સમાન નાગરિક સંહિતા (UCC) પર પોતાનું સમર્થન આપી રહ્યાં છે. પહેલા આમ આદમી પાર્ટી (AAP) અને હવે BSP તરફથી પણ UCCને સમર્થન મળ્યું છે. રવિવારે BSP વતી પાર્ટી સુપ્રીમો માયાવતીએ કહ્યું કે અમારી પાર્ટી (BSP) UCCના અમલની વિરુદ્ધ નથી. તેણે કહ્યું UCC લાગુ કરવાના બીજેપી મોડલ પર અમને મતભેદ છે. ભાજપ UCC દ્વારા સંકુચિત મનની રાજનીતિ કરવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર UCCને ચર્ચાનો વિષય બનાવીને ધ્યાન હટાવવાની રાજનીતિ કરી રહી છે. બંધારણમાં UCC નો ઉલ્લેખ પહેલાથી જ છે.
માયાવતીએ કહ્યું અહી વિશાળ વસ્તી ધરાવતા ભારત દેશમાં હિંદુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, પારસી, બૌદ્ધ અલગ અલગ ધર્મને અનુસરીને રહે છે. તેમની પોતાની ખાવાની રીત, રહેવાની અને જીવનશૈલી અને ધાર્મિક વિધિઓ છે. આને અવગણી શકાય નહીં. એ પણ વિચારવા જેવું છે કે જો દરેક ધર્મના અનુયાયીઓ માટે સમાન કાયદો લાગુ કરવામાં આવે તો દેશ નબળો નહીં પણ મજબૂત બનશે.
બસપા સુપ્રીમો માયાવતીએ UCC મુદ્દે પોતાની પાર્ટીનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે અમે જણાવી દેવા માગીએ છીએ કે અમે UCCના વિરોધી નથી પરંતુ દેશ પર બળજબરીપૂર્વક UCC થોપવામાં ન આવવો જોઈએ. આ મુદ્દે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવે તો જ યોગ્ય રહેશે. તેમણે કહ્યું કે જોકે તેણે બળજબરીપૂર્વક દેશ પર થોપવાની ભાજપની રીત બાબા સાહેબ આંબેડકરના બંધારણને અનુરૂપ નથી. તેના પર સર્વાનુમત જરૂરી છે. તેમણે કહ્યું કે અમે UCCને લાગુ કરવાની ભાજપની રીતનો વિરોધ કરીશું.
આ પહેલા કેજરીવાલની પાર્ટીએ કર્યુ હતુ સમર્થન
યુસીસી પર સૌથી પહેલા આમ આદમી પાર્ટીએ પોતાનું સમર્થન આપ્યું હતું. સંગઠન મહાસચિવ અને રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે કહ્યું હતું કેૉ બંધારણની કલમ 44માં કહેવામાં આવ્યું છે કે દેશમાં સમાન નાગરિક સંહિતા હોવી જોઇએ.