જમીયતે ઉલમાએ હિંદ અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા રાત્રે 9 થી 9.15 સુધી લાઈટ બંધ કરવાના અપાયેલા આદેશનો સમગ્ર વડોદરા શહેરની લબ્બૈક

(પ્રતિનિધિ) વડોદરા
કેન્દ્ર સરકાર દ્વારા મુસ્લિમોને યેન કેન પ્રકારે હેરાન કરવાના કાવતરા ઘડવામાં આવી રહ્યા છે. આ કાવતરાના ભાગરૂપે જ ભાજપ સરકાર દ્વારા યુસીસી અને વકફ એક્ટ કાયદો પસાર કરવાની પેરવીનો સમગ્ર દેશના મુસ્લિમો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ વિરોધના ભાગરૂપે સમગ્ર દેશમાં જમીયતે ઉલમાએ હિંદ અને મુસ્લિમ પર્સનલ બોર્ડ દ્વારા રાત્રે 9 વાગ્યાથી 9.15 સુધી પંદર મિનિટ સુધી ઘરની લાઈટો બંધ રાખી વિરોધ દર્શાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ આદેશને સમગ્ર વડોદરા શહેરના મુસ્લિમો એક સૂરે લબ્બૈક પોકારી પોતાની ઘર, દુકાન, ઓફિસોનો વીજ પુરવઠો બંધ કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધમાં શહેરના આજવા રોડ, વાઘોડિયા રોડ, નાગરવાડા, વાડી, બાવામાનપુરા, નાલબંધવાડા, તાંદલજા, મચ્છીપીઠ, નાગરવાડા, હાથીખાના, ફતેપુરા, નવાયાર્ડ સહિત સમગ્ર વડોદરા શહેરમાં વસતા મુસ્લિમોએ વીજ પુરવઠો બંધ કરીને શાંતિ પૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો. આ વીજ પુરવઠો બંધ કરવાનો મુખ્ય હેતુ સરકાર સુધી આવાજ પહોંચાડવાનો છે કે, આ બંને બીલ સામે મુસ્લિમ સમાજનો વિરોધ છે.
