National

બંગાળમાંથી ‘અલ કાયદા’ના બે આતંકવાદીઓની પકડાયા

પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળ(West Bengal) પોલીસ(Police)ની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ ઉત્તર 24 પરગણા જિલ્લામાંથી અલ કાયદા(Al Qaeda)ના બે શંકાસ્પદ આતંકવાદીઓની(Terrorists) ધરપકડ(Arrest) કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે, એક સૂચના પર કાર્યવાહી કરીને, STF અધિકારીઓએ રાત્રે ઉત્તર 24 પરગણાના સરકારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખરીબારીમાં શોધખોળ શરૂ કરી અને બંનેની આતંકવાદી સંગઠન સાથે કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, આ શંકાસ્પદ આતંકવાદીઓની ઓળખ અબ્દુર રકીબ સરકાર અને કાઝી અહસાનુલ્લાહ તરીકે થઈ છે. તેમાંથી એક દક્ષિણ દિનાજપુર જિલ્લાના ગંગારામપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય હુગલી જિલ્લાના આરામબાગનો રહેવાસી છે. તેમની પાસેથી અનેક દસ્તાવેજો મળી આવ્યા છે.

  • પશ્ચિમ બંગાળમાં અલ કાયદાના બે આતંકવાદીઓની ધરપકડ
  • બંને મોટો આતંકી હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા
  • STFએ બંગાળમાં હુમલાના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું

એસટીએફના સૂત્રોના જણાવ્યા અનુસાર બંને કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આતંકવાદીઓ વિરુદ્ધ UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, બંનેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે બંનેની પૂછપરછ બાદ 17 લોકોના નામ બહાર આવ્યા છે. ધરપકડ કરાયેલા બંને અલ-કાયદાના આતંકવાદી છે. અહેવાલ છે કે તે ઘણા વર્ષોથી આતંકવાદી જૂથો માટે કામ કરી રહ્યો છે.

‘અલ કાયદા’નો ઈન્ટરનેટ પર પ્રચાર
ઈન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર અલ-કાયદાએ ઈસ્લામિક સ્ટેટને હરાવવા ઈન્ટરનેટ પર જોરદાર પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. સંગઠન વિવિધ વેબસાઈટ દ્વારા જેહાદનું ઝેર ફેલાવી રહ્યું છે. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સનું કહેવું છે કે જો તે સાઇટ્સને ઓળખીને બંધ કરી દેવામાં આવે તો અલ-કાયદા અન્ય નામથી જેહાદી વેબસાઇટ ખોલે છે. તેમાંથી 12થી વધુ બંગાળીમાં છે. તે વેબસાઇટ્સ સંગઠનના ટોચના જેહાદી નેતાઓના અરબી ભાષણોને બંગાળીમાં અનુવાદિત કરીને અલ-કાયદાની વિચારધારાને પ્રોત્સાહન આપી રહી છે.

અલ કાયદા શું છે?
તમને જણાવી દઈએ કે અલ કાયદા એક આતંકવાદી સંગઠન છે જેની સ્થાપના વર્ષ 1988માં ઓસામા બિન લાદેન અને અબ્દુલ્લા આઝમ દ્વારા કરવામાં આવી હતી. આ સંગઠન અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘના હસ્તક્ષેપ પછી બનાવવામાં આવ્યું હતું. એક રિપોર્ટ અનુસાર, આ સંગઠનમાં 20 હજારથી વધુ ફાઇટર છે અને તે 70 દેશોમાં ફેલાયેલા છે.

Most Popular

To Top