નવી દિલ્હી: માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે ગુરુવારનાં રોજ ભારતમાં (India) તેની પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસ (Subscription Service) ટ્વિટર બ્લુ (Twitter Blue) લોન્ચ કરી છે. ભારતમાં મોબાઈલ યુઝર્સને બ્લુ ટિક મેળવવા અને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસની સુવિધાઓનો ઉપયોગ કરવા માટે દર મહિને 900 રૂપિયા ચૂકવવા પડશે. ઉપરાંત કંપનીએ 650 રૂપિયામાં સૌથી ઓછી કિંમતનો પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્લાન પણ બહાર પાડ્યો છે. આ પ્લાન વેબ યુઝર્સ માટે છે. જણાવી દઈએ કે કંપનીએ ગયા વર્ષે જ ટ્વિટર બ્લુને નવા સ્વરૂપમાં રજૂ કર્યું હતું. તે અગાઉ યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને જાપાન સહિતના કેટલાક દેશોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, યુકે, જાપાન, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં પેઇડ સબ્સ્ક્રિપ્શન સેવા શરૂ કરનાર પાની પ્રથમ વ્યક્તિ હતી. જે તે સમયે કંપનીએ તેની વેબસાઈટ પર જણાવ્યું હતું કે ગૂગલના એન્ડ્રોઈડ યુઝર્સ અને આઈઓએસ યુઝર્સ ટ્વિટર બ્લુનું માસિક સબસ્ક્રિપ્શન $11 (લગભગ રૂ. 900)માં ખરીદી શકશે.
હવે ટ્વિટરે હવે ભારતમાં પણ તેની પ્રીમિયમ સબસ્ક્રિપ્શન સેવા શરૂ કરી છે. ભારતીય યુઝર્સને ટ્વિટર બ્લુના તમામ ખાસ ફીચર્સનો લાભ મળશે. કંપનીના જણાવ્યા કે મોબાઇલ એટલે કે એન્ડ્રોઇડ અને iOS યુઝર્સ બંને માટે ટ્વિટર બ્લુ માટે દર મહિને 900 રૂપિયા અને વેબ યુઝર્સે આ સેવાનો લાભ મેળવવા માટે 650 રૂપિયા પ્રતિ મહિને ચૂકવવા પડશે. જણાવી દઈએ કે કંપનીના માલિક એલોન મસ્કે કંપનીને ખરીદ્યાના થોડા દિવસો બાદ જ પેઇડ સબસ્ક્રિપ્શન સર્વિસ લાવવાની જાહેરાત કરી હતી.
વેબસાઇટ પર વાર્ષિક સબ્સ્ક્રિપ્શન લેવા માટે ડિસ્કાઉન્ટેડ કિંમત ઓફર કરી રહી છે કંપની
વપરાશકર્તાઓ માટે વાર્ષિક પ્લાન પણ બહાર પાડવામાં આવ્યો છે. ટ્વિટરે બ્લુ સબસ્ક્રિપ્શનની વાર્ષિક કિંમત $84 (લગભગ રૂ. 6,800) રાખી છે. એટલે કે એક વર્ષ માટે પેમેન્ટ કરવા પર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. ટ્વિટર વેબ યુઝર્સ માટે પણ આ જ કિંમત નક્કી કરવામાં આવી હતી. કંપની વેબસાઇટ પર વાર્ષિક સબ્સ્ક્રિપ્શન લેવા માટે ડિસ્કાઉન્ટેડ કિંમત ઓફર કરી રહી છે. જો વપરાશકર્તા તેમના સબસ્ક્રિપ્શનનું માસિક બિલ મેળવે છે, તો તેઓ 7,800 રૂપિયા ચૂકવશે, જ્યારે તેઓ વાર્ષિક ચૂકવણી કરવાનું પસંદ કરશે, તો તેઓ 1,000 રૂપિયા બચાવશે અને 6,800 રૂપિયા ચૂકવશે.
કેવી રીતે શરૂ કરી શકાશે આ પ્લાન?
ટ્વિટરની વેબસાઈટ પર ડાબી કોલમમાં આવેલા ‘Twitter Blue’ પર ક્લિક કરવાનું છે. એક પોપ-અપ તમને તમારી પસંદગીની યોજના પસંદ કરવાનો અને પછી ચુકવણી કરવાનો વિકલ્પ આપશે. વાર્ષિક યોજના ફક્ત વેબસાઇટ દ્વારા જ ઍક્સેસિબલ હશે.