નવી દિલ્હી: ટ્વિટર (Twitter) ખરીદ્યું ત્યારથી એલોન મસ્ક (Elon Musk) તેમાં સતત ફેરફાર કરી રહ્યા છે. થોડાં દિવસ પહેલાં જ તેમણે માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટનો પ્રોફાઈલ બદલીને X કર્યો હતો. તેમની સાન ફ્રાન્સિસકોમાં આવેલી હેડકર્વાટરની ઓફિસની (Office) બહાર પણ X લોગો (Logo) લગાવ્યો હતો જેણે એલોન મસ્ક માટે મોટી મુશ્કેલી સર્જી છે.
- છત પરનો લોગો એક ઈવેન્ટ હેઠળ લગાવવામાં આવ્યો હતો જે અસ્થાયી હતો
- ઓફિસની છત પર લોગો લગાવવા માટે માટે પરમિટ ન હતી
- લોગોની લાઈટના કારણે આસપાસનાં લોકોને હેરાનગતિ થતી હતી
ટ્વિટરની સાન ફ્રાન્સિસકોમાં આવેલી હેડકર્વાટર ઓફિસની બહાર Xનો ચળકતો લોગો મૂકવામાં આવ્યો હતો તેનાં કારણે એલોન મસ્ક મુશ્કેલીમાં ફસાયા છે. આ લોગો રાત્રે લાઈટોથી ઝગમગતો હોવાના કારણે ત્યાંના આસપાસનાં લોકોને હેરાનગતિ થતી હતી જેનાં કારણે તેઓએ ફરિયાદ નોંધાવી હતી. અને એલોન મસ્કે તાત્કાલિક આ લોગો ઓફિસની છત પરથી દૂર કરવો પડ્યો હતો. આ ઉપરાંત ઓફિસની છત પર લોગો લગાવવા માટે માટે પરમિટ ન હતી જેના કારણે શહેરે નોટિસ ફટકારી હતી અને સંબંધિત કેસમાં જરૂરી રકમ પણ ભરપાઈ કરવા પણ જણાવ્યું હતું.
છત પરનો લોગો એક ઈવેન્ટ હેઠળ લગાવવામાં આવ્યો હતો જે અસ્થાયી હતો. સાન ફ્રાન્સિસકો ડિપાર્ટમેન્ટ ઓફ બ્લિડિંગ ઈન્સપેકશન અને સિટી પ્લાનિંગના કમ્યુનિકેશન ડિરેકટર પેટ્રિક હેનને પુષ્ટિ કરી હતી કે ટ્વિટરની હેડકર્વોટર ઓફિસને પહેલાથી નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ જરૂરી રકમ પણ દંડ હેઠળ ભરવા જણાવાયું હતું.
ઓફિસના લોગોનાં વધુ પ્રકાશના કારણે આસપાસ રહેતા લોકોએ ફરિયાદ કરી હતી. જાણકારી મુજબ આ સંબંધમાં 24 ફરિયાદો પોલીસને મળી હતી જેનાં કારણે આ મામલે ઝડપી પગલા ભરવામાં આવ્યા હતા. અને તાત્કાલિક ધોરણે Xનાં વધુ પ્રકાશવાળા લોગોને હટાવવા જણાવાયું હતું.