Business

ઈલોન મસ્કે પોતાના માટે 646 કરોડનું જેટ ઓર્ડર કર્યું, મળશે આ તમામ સુવિધાઓ

નવી દિલ્હી: માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને (Twitter) 44 બિલિયન ડોલરમાં ખરીદ્યા બાદ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કે વધુ એક મોટી ખરીદી કરી છે. મળતી માહિતી મુજબ ટ્વિટરના નવા માલિકે પોતાના માટે સૌથી મોંઘા અને લક્ઝરી જેટનો (Jet) ઓર્ડર આપ્યો છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે તેના પ્રાઈવેટ જેટની કિંમત 78 મિલિયન ડોલર એટલેકે લગભગ 6 અબજ રૂપિયાથી વધુ હોય શકે છે. જણાવી દઈએ કે ટેસ્લા, સ્પેસએક્સ અને ટ્વિટર જેવી કંપનીઓના માલિક ઈલોન મસ્ક પ્રાઈવેટ જેટના મોટા પ્રશંસક છે અને હવે તેમણે પોતાના પ્લેનના કલેક્શનમાં એક નવા મહેમાનને ઉમેરવાનું મન બનાવી લીધું છે. રિપોર્ટ અનુસાર તેમણે પોતાના માટે ગલ્ફસ્ટ્રીમ G700 જેટનો ઓર્ડર આપ્યો છે.

2019માં લોન્ચ થયેલું, G700 એ ગલ્ફસ્ટ્રીમ લક્ઝરી જેટ છે. મળતી માહિતી અનુસાર એલોન મસ્ક તેમની મોટાભાગની મુસાફરી નિયમિત વિમાનો દ્વારા કરે છે. વર્ષ 2018 માં, વિશ્વના આ સૌથી મોટા અબજોપતિએ તેના G650ER જેટ દ્વારા લગભગ 150,000 માઇલની મુસાફરી કરી છે. જોકે, આ નવા જેટની ખરીદીને લઈને ઈલોન મસ્ક કે તેની ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા દ્વારા હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

મળતી માહિતી મુજબ G700 તેની વિશેષતાઓ અને વૈભવી સુવિધાઓ માટે જાણીતું છે. લિબર્ટી જેટના અહેવાલ મુજબ, લગભગ 400 કલાક ઉડાન ભરવા માટે આ જેટમાં $3.5 મિલિયનનો ખર્ચ થાય છે. આ જેટના ફીચર્સ અને અન્ય ફીચર્સની વાત કરીએ તો આ જેટ 19 લોકો બેસી શકે તેટલુ સક્ષમ છે.

ગલ્ફસ્ટ્રીમ અનુસાર , તેની લંબાઈ 109 ફૂટ 10 ઈંચ અને ઊંચાઈ 25 ફૂટ પાંચ ઈંચ છે. તેની મહત્તમ રેન્જ 7,500 નોટિકલ માઈલ છે અને જેટ જ્યોર્જિયાથી જીનીવા સુધીનું અંતર 7 કલાક 37 મિનિટમાં કાપે છે. આ સિવાય તેમાં વાઈ-ફાઈ સિસ્ટમ, 20 બારીઓ અને બે મોટા ટોઈલેટ છે. આ સિવાય એન્ટરટેઈનમેન્ટ સ્યુટ અને ડાઈનિંગ એરિયાનો પણ આ જેટમાં સમાવેશ થાય છે.

Most Popular

To Top