ક્રિપ્ટોકરન્સી માર્કેટ માટે વીતેલા 24 કલાક જોખમી સાબિત થયા છે. વિશ્વભરના કરોડો રોકાણકારો માટે આ સમય ‘ક્રિપ્ટો બ્લેક ડે’ જેવો રહ્યો છે. જેમાં માત્ર 24 કલાકમાં $17 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.
ગઈ કાલે તા. 20 નવેમ્બર ગુરુવારે સવારે 9:30 વાગ્યે વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટ કેપ $3.14 ટ્રિલિયન હતી. જે આજ રોજ શુક્રવારે સવાર સુધીમાં ઘટીને $2.95 ટ્રિલિયન થઈ ગઈ. CoinMarketCapના ડેટા મુજબ માર્કેટ કેપમાં 6% થી વધુનો ઘટાડો નોંધાયો.
આ ઘટાડો કુલ મળીને $0.19 ટ્રિલિયન એટલે કે લગભગ $17 લાખ કરોડનું નુકસાન દર્શાવે છે. સતત ઘટતી કિંમતોના કારણે રોકાણકારોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.
ક્રિપ્ટો વર્લ્ડનો રાજા ગણાતો બિટકોઇન પણ બચી શક્યો નથી. છેલ્લા 24 કલાકમાં તે 7%થી વધુ તુટી 86,000 ડોલરની નીચે આવી ગયો છે. આજે શુક્રવારે સવારે તે લગભગ $85,750 પર ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લા એક અઠવાડિયામાં બિટકોઇનના ભાવમાં 13% થી વધુનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો રોકાણકારો માટે ચિંતાનું કારણ બન્યું છે.
બિટકોઇન સાથે અન્ય મોટા કૉઇન્સ પણ રેડ ઝોનમાં રહ્યા, જેમકે
- ઈથેરિયમ: 7.53% ઘટાડો, ભાવ $2799
- રિપલ (XRP): 7% ઘટાડો, ભાવ $1.97
- સોલાના: 7.28% ઘટાડો, ભાવ $132
- કાર્ડાનો: 7.87% ઘટાડો, ભાવ $0.42
ટોચના 100 ક્રિપ્ટોટોકન્સમાં મોટાભાગે 10-20% સુધીનો ઘટાડો નોંધાયો છે.
આ ઘટાડા પાછળના મુખ્ય કારણો શું?
- રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતા નબળી પડી રહી છે.
- તંગ નાણાકીય પરિસ્થિતિઓ
- વધતી જતી તિજોરી ઉપજ
- ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો ટાળે તેવી શક્યતા