World

મહાવિનાશ વચ્ચે તૂર્કીમાં સરકાર “ભૂકંપ ટેક્સ” ઉપર ધેરાઈ

નવી દિલ્હી: એક તકફ તૂર્કીમાં (Turkey) ભયાનક ધરતીકંપના (Earthquake) કારણે ત્યાનાં સ્થાનિક લોકો ઉપર આભ ફાટી નીકળ્યું છે. ત્યરે હવે લોકોના નજરે ત્યાની સરકાર ચઢી છે. રાષ્ટ્રપતિ અર્દોહનની સરકાર ભૂકંપ ટેક્સ (Tax) ઉપર ધેરાઈ ગઈ છે. વિપક્ષ સાથે ત્યાંના સ્થાનિક લોકો પણ સવાલ કરી રહી છે કે ભૂકંપ ટેકસની ઘનરાશિ કયાં છે કે જેને કેટલાય વર્ષોથી સરકાર વસૂલી રહી છે.

શું છે આ ભૂકંપ ટેકસ?
જણાવી દઈએ કે વર્ષ 1999માં તૂર્કીમાં એક ભૂકંપ આવ્યો હતો જેમાં લગભગ 17000 કે તેથી વધુ લોકોનો મોત થઈ ગયા હતાં. આ ભૂકંપ આવ્યા પછી તૂર્કીમાં સ્થિત સામાન્ય કરવું ખૂબ કપરું હતું. મોટાં પ્રમાણમાં આર્થિક નુકશાન થયું છે. આ પછી ત્યાંની સરકારે આવી કુદરતી આપત્તિનો સામનો કરવા માટે ત્યાંના લોકો પાસેથી ટેક્સ વસૂલવાનું શરૂ કર્યું હતું. જેને ભૂકંપ ટેક્સ કહેવામા આવે છે. જાણકારી મુજબ હાલ સરકાર પાસે આ ટેક્સની રકમ 4.6 અરબ ડોલરની આસપાસ હોવી જોઈએ. જો કે લોકોનું કહેવું છે કે સરકાર શા માટે આ ઘનરાશિનો ઉપયોગ આવા કપરા સમયે કરી રહી નથી. આ રકમનો ઉપયોગ કયાં કરવામાં આવી રહ્યો છે.

ભૂકંપ ટેક્સ ફંડને લઈને સરકાર સામે મોરચો ખોલ્યો છે. સરકાર પર આક્ષેપો થઈ રહ્યા છે કે ભૂકંપ વેરાના નામે એકત્ર કરાયેલા મોટા ભાગના નાણાં જે હેતુ માટે લોકો પાસેથી વસૂલવામાં આવ્યા હતા તે હેતુ માટે ખર્ચાયા નથી. સરકારે આટલા વર્ષોમાં ક્યારેય જણાવ્યું નથી કે આ પૈસા ક્યાં અને ક્યારે ખર્ચવામાં આવ્યા. , તુર્કીના વિરોધ પક્ષોનો આરોપ છે કે સરકાર શહેરો અને ગામડાઓને ભૂકંપથી બચાવવા માટે જે ભૂકંપ કર વસૂલ કરે છે તેનો દુરુપયોગ કરી રહી છે. વકીલ અને રાજકારણી અલ્પે એન્ટમેન કહે છે કે આ ભંડોળનો ઉપયોગ શહેરોના વિકાસ અને ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં આપત્તિ નિવારણ માટે કરવાનો હતો, પરંતુ આ નાણાંનો મોટો ભાગ અન્ય હેતુઓ માટે ખર્ચવામાં આવ્યો હતો અને આ નાણાં સરકારની નજીકના બિલ્ડરોને આપવામાં આવ્યા હતા.

તુર્કીની સરકારે ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત 10 પ્રાંતોમાં ત્રણ મહિનાની કટોકટી લાગુ કરી છે. આ રીતે આ ઈમરજન્સી એપ્રિલ સુધી રહેશે. સાથે મે મહિનામાં દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વિપક્ષ પણ આને એર્દોગન સરકારનો રાજકીય ખેલ ગણાવી રહ્યો છે. તુર્કીના વિરોધમાં જમણેરી પક્ષો અને કેન્દ્ર-ડાબેરી પક્ષોનું ગઠબંધન છે. વિપક્ષી ગઠબંધન તરફથી કમલ કિલિકડારોગ્લુ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બની શકે છે. એર્દોગન સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તેમની સરકારે આટલા વર્ષોમાં ભૂકંપનો સામનો કરવા માટે કોઈ તૈયારી કરી નથી. કિલિકડારોગ્લુએ એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે કે તેઓ રાષ્ટ્રપતિ એર્દોગનને કોઈપણ પ્લેટફોર્મ પર નહીં મળે. તેમણે એર્દોગન પર ભૂકંપ બાદથી પીઆર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે વિપક્ષો સિવાય ભૂકંપથી પ્રભાવિત સ્થાનિક લોકો પણ એર્દોગન સરકારને સવાલ પૂછી રહ્યા છે કે અમારા ટેક્સના પૈસા ક્યાં ગયા. અમે 1999 થી ભૂકંપ ટેક્સ તરીકે ચૂકવેલા પૈસા ક્યાં છે? સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે લોકો સરકારને પૂછી રહ્યા છે કે સરકાર કોઈ ખાસ મદદ કરવામાં સક્ષમ નથી. રસપ્રદ વાત એ છે કે ભૂકંપ કર હેઠળ એકત્રિત કરવામાં આવેલી આ રકમ કોઈ ખાસ ફંડમાં જમા કરાવવામાં આવતી નથી, પરંતુ તેનો સીધો બજેટની રકમમાં સમાવેશ થાય છે.

Most Popular

To Top