નવી દિલ્હી : તુર્કીમાં (Turkey) આવેલા ભયાનક ભૂકંપ (Earthquake) બાદ મદદે પહોંચેલી ભારતીય NDRFની ટીમ (NDRF Team) સાથે ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) વાતચીત કરી હતી. પી.એમ મોદીએ તેમની જોરદાર રીતે વખાણ કરતા કહ્યું હતું કે, કોઈ પણ વિપદાઓ આવ્યા પછી ત્યાં જલ્દી-થી જલ્દી પહોંચ્યું એક ખુબજ મહત્વની બાબત બનીને રહી જાય છે. અને તમે આપેલી આ સેવાઓના કાર્ય અને મદદથી હજારો લોકોના જીવ બચી ગયા છે. વધુમાં મોદીએ જણાવ્યું હતું કે ભારત એક એવો દેશ છે જે આખા વિશ્વને પોતાનો જ પરિવાર મને છે. અને દુનિયાના કોઈ પણ ખૂણામાં આપત્તિઓ આવે છે ત્યારે તેને એવું લાગે છે કે આ સંકટ પોતાની ઉપર જ આવી ગયું છે. અને તેનો નિકાલ લાવવા માટે જોડાઈ જાય છે.
ભારતનું માન દુનિયામાં વધુ મજબૂત થયું છે- પી.એમ મોદી
ઓપરેશન દોસ્ત સાથે જોડાયેલી વાતોને તાજા કરતા પી.એમ.મોદીએ કહ્યું હતું કે NDRFની ટીમ હોઈ કે પછી મિલેટ્રીની ટીમ કે પછી વાયુ સેના આમારી અન્ય બધી જ સેવાઓ સાથે જ છે. આપ બધાઓ ખુબ જ સારું કાર્ય કર્યું છે. તમારા બધાના આ પ્રયાસ વડે ભારતનું નામ દુનિયામાં વધુ મજબૂત થયું છે. અને દેશના તિરંગાનું પણ મન સન્માન ખુબજ વધી ગયું છે. આપે દુનિયાભરના લોકો વચ્ચે ભારતનો ભરોસો વધાર્યો છે.પી એમ મોદીએ કહ્યું હતું કે વિદેશોમાં આવી પડેલા સંકટની વેળાએ તમે જે રીતે કાર્ય કર્યું હતું તેના કારણે ત્યાંના નાગરિકોમાં પણ એવો પ્રભાવ અને છાપ છોડી છે કે તમને જોઈને ને તેમને એવું લાગશે અને અનુભવશે કે તેઓ હવે ખુબ સુરક્ષિત છે.
આપણે આ અભિયાનના અનુભવોને હંમેશા યાદ રાખવા જોઈએ – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે આવા સંકટના સમયમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે.આપત્તિના સ્થળે આપણને વાસ્તવિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. પીએમએ કહ્યું કે આ બચાવ કામગીરીના અનુભવોને સાચવવા જોઈએ જેથી ભવિષ્યમાં આવી કટોકટીથી બચવામાં આપણને મદદ મળી શકે. પીએમ મોદીએ કહ્યું કે મહિલાઓ પણ તમારી ટીમ સાથે ગઈ, જેમણે સંકટના સમયે ઉત્તમ કામ કર્યું. તેમણે ત્યાંની મહિલાઓમાં આત્મવિશ્વાસ જગાડ્યો, જેથી તેઓ તેમની સમસ્યાઓ સરળતાથી તેમની સામે મૂકી શકે.