કડક ઇમિગ્રેશન નીતિ અપનાવ્યા બાદ અમેરિકાના નવા રિપબ્લિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં વસવાનું આકર્ષણ ધરાવતા લોકો માટે એક નવી યોજના રજૂ કરી છે અને તે યોજનાને તેમણે ગોલ્ડ કાર્ડ નામ આપ્યું છે. ખરેખર તો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ધનવાન વિદેશીઓ માટે આ ગોલ્ડ કાર્ડ યોજના શરૂ કરી છે જે તેમને અમેરિકામાં રહેવા અને કામ કરવા દેશે અને પ૦ લાખ અમેરિકી ડોલરના બદલામાં અમેરિકાની નાગરિકતા મેળવવા માટેનો માર્ગ મોકળો કરશે. અમે એક ગોલ્ડ કાર્ડ વેચવા જઇ રહ્યા છીએ એમ ટ્રમ્પે ઓવલ ઓફિસથી જણાવ્યું હતું. અત્યારે ગ્રીન કાર્ડ છે. આ ગોલ્ડ કાર્ડ છે. અમે આ કાર્ડની કિંમત પ૦ લાખ ડોલર મૂકવા જઇ રહ્યા છીએ અને તે કાર્ડ તમને ગ્રીન કાર્ડના વિશેષાધિકારો આપશે, વધુમાં તે નાગરિકતા મેળવવા માટેનો માર્ગ પણ તમને આપશે.
અને ધનવાન લોકો આ કાર્ડ ખરીદીને આપણા દેશમાં આવશે એમ ટ્રમ્પે કહ્યું હતું. જો કે પ૦ લાખ ડોલર એ ઘણી જ મોટી રકમ છે અને દુનિયાના ઘણા બધા ધનવાનો પણ આટલી મોટી રકમ ખર્ચીને અમેરિકાની નાગરિકતા મેળવવાનું પસંદ નહીં કરે. ભારતીય રૂપિયાની રીતે જોઇએ તો ૪૫ કરોડ રૂપિયા જેટલી આ રકમ થાય અને સ્વાભાવિક રીતે જ જેઅ અતિધનિક છે તેઓ જ આટલી રકમ ખર્ચી શકે અને આ અતિધનિકો પણ અમેરિકાના નાગરિક બનવા માટે આટલી મોટી રકમ શા માટે ખર્ચે? ટ્રમ્પ ભારત સહિતના વિશ્વભરના અનેક દેશોના લોકોના અમેરિકા પ્રત્યેના અદમ્ય આકર્ષણને જાણે છે અને તે આકર્ષણનો લાભ ઉઠાવવા માટે તેમણે આ યોજના રજૂ કરી હોવાનુ઼ં સ્પષ્ટ જણાઇ આવે છે પણ ગોલ્ડ કાર્ડની કિંમત તેમણે ઘણી જ વધુ પડતી રાખી છે.
ગોલ્ડ કાર્ડની યોજનામાં ટ્રમ્પનો બીજો પણ દાવ છે. તેઓ ભારત સહિતના દેશોમાંથી આવતા પ્રતિભાવાન લોકોને અમેરિકી કંપનીઓ ઉંચા પગારે નોકરીએ રાખી લે અને તેમની કુશળતાનો પુરો લાભ ઉઠાવી શકે તે માટે પણ આ યોજના રજૂ કરી રહ્યા છે. ટ્રમ્પે જણાવ્યું છે કે નવી સૂચિત ગોલ્ડ કાર્ડ યોજના અમેરિકી કંપનીઓને ભારતીય સ્નાતકોને હાવર્ડ અને સ્ટેનફોર્ડ જેવી ટોચની યુનિવર્સિટીઓમાંથી નોકરીએ રાખવાની પરવાનગી આપશે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે હાલની ઇમિગ્રેશન સિસ્ટમે ટોચની આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓને અવરોધી છે, ખાસ કરીને ભારતમાંથી આવતી પ્રતિભાઓને અમેરિકામાં રહેતા અને કામ કરતા રોકી છે. એક વ્યક્તિ ભારત, ચીન, જાપાન અને અન્ય દેશોમાંથી આવે છે, હાવર્ડ અથવા વ્હોર્ટન સ્કૂલ ઓફ ફાયનાન્સમાં ભણે છે… તેમને જોબની ઓફરો મળે છે, પણ આ ઓફર તરત પાછી ખેંચી લેવાય છે કારણ કે તે વ્યક્તિ દેશમાં રહી શકે તેમ છે કે કેમ તે અંગે કોઇ ચોક્કસતા નથી. ટ્રમ્પે કહ્યું હતું કે આને કારણે ઘણા પ્રતિભાવાન ગ્રેજ્યુએટો, જેમને અમેરિકા છોડવાની ફરજ પડી છે તેઓ પોતાના દેશમાં સફળ ઉદ્યોગ સાહસિક બની જાય છે.
ટ્રમ્પે કહ્યું હતું કે કોઇ અમેરિકી કંપની આ ગોલ્ડ કાર્ડ ખરીદી શકે છે અને તેને કર્મચારીઓની ભરતીની બાબતમાં ઉપયોગમાં લઇ શકે છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ કાર્ડ સરકારની ઇબી-પ ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામનું સ્થાન લેશે, જે કાર્યક્રમ હેઠળ વિદેશી રોકાણકારો અમેરિકી પ્રોજેક્ટમાં નાણાનું રોકાણ કરે જે પ્રોજેક્ટો નોકરીઓનું સર્જન કરે છે, અને આ રોકાણ કરીને તેઓ અમેરિકામાં વસવા માટેના વિઝા માટે અરજી કરી શકે છે. ૧૯૯૨માં રચવામાં આવેલ આ ઇબી-૫ કાર્યક્રમ હેઠળ જે ઇમિગ્રન્ટો અમેરિકામાં આર્થિક રીતે મુશ્કેલીગ્રસ્ત ઝોનોમાં ૧૦પ૦૦૦૦ ડોલર જેટલી રકમનું રોકાણ કરે તેમને અમેરિકામા કાયમી વસવાટ માટેનો ગ્રીન કાર્ડ મળી શકે છે.
જો કે ઇબી-પ કાર્યક્રમમાં સાડા દસ લાખ ડોલર જેટલી રકમનું રોકાણ વ્યક્તિએ કરવાનું રહેતું હતું જ્યારે આ યોજનામાં પચાસ લાખ ડોલર જેટલી રકમ ગોલ્ડ કાર્ડ ખરીદવા માટે ખર્ચવી પડે તેમ છે. વળી, કંપનીઓ આ કાર્ડ ખરીદીને ઉચ્ચ કુશળતાયુક્ત કર્મચારીઓને નોકરીએ રાખવા આ કાર્ડ ખરીદે તે પણ જૂજ કિસ્સામાં જ બને તેમ લાગે છે. જે કંપનીઓ ખૂબ જ ઉંચા પગારે ખાસ જગ્યાઓ માટે કર્મચારીઓને નોકરીએ રાખવા માગતી હશે તેઓ જ આ કાર્ડ ખરીદશે. કાર્ડની કિંમત કર્મચારીના પગારમાંથી વસૂલ કરવાનું આવા કર્મચારીઓના સંદર્ભમાં જ કંપનીઓને પોષાઇ શકે તેમ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ તેમના વહીવટને $5 મિલિયનની ફી ચૂકવતા દસ લાખ કે તેથી વધુ ઇમિગ્રન્ટ્સને “નાગરિકતા મેળવવાના માર્ગ સાથે” ગ્રીન કાર્ડ વેચવાનું વચન આપી રહ્યા છે. તેઓ રોકાણકારો માટે EB-5 ઇમિગ્રન્ટ વિઝા શ્રેણી બંધ કરવાની અને તેને “ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ” કહેવાતા વિઝાથી બદલવાની યોજના ધરાવે છે. તેમણે જણાવ્યું છે કે તેઓ કોંગ્રેસ પાસે કાયદા માટે માંગ કરી રહ્યા નથી અને બે અઠવાડિયામાં કાર્ડ વેચવાનું શરૂ કરવાની યોજના ધરાવે છે. ગ્રીન કાર્ડ વેચવું સૈદ્ધાંતિક રીતે સારું છે, પરંતુ ટ્રમ્પના ચોક્કસ પ્રસ્તાવમાં કેટલીક સમસ્યાઓ છે: રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોંગ્રેસના EB-5 રોકાણકાર કાર્યક્રમને કાયદેસર રીતે નાબૂદ કરી શકતા નથી.
તેઓ કોંગ્રેસની મર્યાદાઓ કરતાં વધુ ગ્રીન કાર્ડ કાયદેસર રીતે વેચી શકતા નથી. લોકો એવી વસ્તુ માટે ચૂકવણી કરશે જે ટ્રમ્પ આપી શકતા નથી. જો તેઓ કરી શકે તો પણ, તેમનો પ્રસ્તાવ દસ લાખ ગ્રીન કાર્ડ વેચશે નહીં અથવા $5 ટ્રિલિયનની આવક પેદા કરશે નહીં. ટ્રમ્પ પ્રતિ કાર્ડ $5 મિલિયનમાં દસ લાખ ગ્રીન કાર્ડ વેચી શકશે નહીં. જ્યારે ખર્ચ થોડા વર્ષો માટે $800,000 થી વધુ પર અસ્થાયી રૂપે નિયંત્રણ ગુમાવી રહ્યો હોય ત્યારે દર વર્ષે 5,000 લોકો પણ EB-5 ગ્રીન કાર્ડ મેળવવાનો પ્રયાસ કરવા તૈયાર નથી. વિશ્વમાં ફક્ત 2.3 મિલિયન લોકો છે જેમની પાસે $5 મિલિયન કે તેથી વધુના પ્રાથમિક રહેઠાણને બાદ કરતાં ચોખ્ખી સંપત્તિ છે – અને આમાંથી ત્રીજા ભાગના લોકો પહેલાથી જ યુનાઇટેડ સ્ટેટ્સમાં છે. હકીકત એ છે કે આમાંના મોટાભાગના અત્યંત સફળ લોકો તેમના વતનમાં ખૂબ જ સફળ છે અને તેમને સ્થળાંતર કરવાનું કોઈ કારણ નથી.
કેટલાક શ્રીમંત ચીની લોકો અપવાદરૂપ છે કારણ કે તેઓ શ્રીમંત હોઈ શકે છે, પરંતુ તેમને ચીનમાં કોઈ સ્વતંત્રતા નથી. અલબત્ત, ઘણા રિપબ્લિકન અજાણતામાં સામ્યવાદીને મદદ કરવાના ડરથી શ્રીમંત ચીની લોકોને મદદ કરવાનો વિરોધ કરે છે. ટ્રમ્પ આગ્રહ રાખે છે કે ગોલ્ડ કાર્ડ બધી રાષ્ટ્રીયતા માટે ખુલ્લું રહેશે, અને અરજદારોની સારી રીતે ચકાસણી કરવામાં આવશે. અમેરિકા માટે દુનિયાભરના લોકોને આકર્ષણ છે અને તે આકર્ષણનો લાભ લઇને ટ્રમ્પ અમેરિકા માટે રોકડી કરી લેવા માગે છે. તેમણે આ ગોલ્ડ કાર્ડની યોજના આવી ગણતરીથી રજૂ કરી છે પણ ગોલ્ડ કાર્ડની કિંમત ઘણી જ ઉંચી હોવાથી તે બહુ સફળ થઇ શકે તેવી શક્યતા જણાતી નથી.
