World

ઇરાનના પરમાણુ ઠેકાણાઓ પર કરેલા હુમલા બાદ ટ્રમ્પનું રાષ્ટ્રને સંબોધન; હુમલાનું કારણ જણાવ્યું

ઈરાન પર કરેલા હુમલા બાદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધન કર્યું છે. આ દરમિયાન, તેમણે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ વિશે વાત કરી છે. જેમાં ટ્રમ્પે ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે,કે જો ઈરાનમાં શાંતિ નહીં રહે તો વિનાશ નિશ્ચિત છે.

અમેરિકા હવે 13જૂન 2025થી શરૂ થયેલા ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવમાં પ્રવેશી ગયું છે. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ સ્થળો પર બોમ્બમારો કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલા અંગે માહિતી શેર કરી છે. ટ્રમ્પના મતે, અમેરિકાએ ઈરાનના ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન પરમાણુ સ્થળોને નિશાન બનાવ્યા છે.

ટ્રમ્પે હુમલો કરવા માટેનું કારણ જણાવ્યું: ડોનાલ્ડ ટ્રમ્પના મતે, ઈરાન છેલ્લા 40 વર્ષથી અમેરિકાના વિરુદ્ધ છે. અને ઘણા અમેરિકનો આ નફરતનો શિકાર બન્યા છે. ઈરાનના કારણે હજારો અમેરિકનો અને ઇઝરાયલી નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પણ બસ, હવે આવું નહીં થાય. ઈરાન પર અમેરિકાના હુમલાનો હેતુ પરમાણુ ખતરાને હંમેશા માટે સમાપ્ત કરવાનો હતો. જેથી અમેરિકાએ ઈરાનના પરમાણુ સ્થળોને નિશાન બનાવ્યા છે.

ટ્રમ્પની ઈરાનને ચેતવણી: રાષ્ટ્રને સંબોધન કરતી વખતે ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે જો ઈરાનમાં શાંતિ સ્થાપિત નહીં થાય તો વિનાશ થશે. ઈરાને ભવિષ્યમાં વધુ હુમલાઓ માટે તૈયાર રહેવું જોઈએ. ભવિષ્યના હુમલાઓ આના કરતાં પણ ઘણા ભયાનક હશે.

સમાચાર એજન્સી રોઇટર્સને આપેલા ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું- “ઈરાને શક્ય તેટલી વહેલી તકે શાંતિ સ્થાપિત કરવાની જરૂર છે, નહીંતર,અમેરિકાએ ફરીથી હુમલો કરવા માટે તૈયાર રહેવું પડશે”

Most Popular

To Top