SURAT

ONGC કોલોની નજીક ટ્રક પાછળ બાઇક અથડાયું: બે ઘવાયા, 108માં સિવિલ લવાયા

સુરત: ONGC કોલોની નજીક બેફામ દોડતી ટ્રકે (Truck) બ્રેક મારતા ટ્રક પાછળ બાઇક (Bike) ઘુસી જવાની ઘટનામાં બે ગંભીર રીતે ઘવાયા હોવાનો બનાવ સામે આવ્યા છે. જોકે અકસ્માત (Accident) થયો હોવાની જાણ હોવાછતાં ટ્રક ચાલક ટ્રક લઈ ભાગી જતા કોલેજના વિદ્યાર્થીઓને (Student) ટ્રકનો પીછો કરી ONGC ચોકડી પાસે પકડી ને પોલીસને હવાલે કરી માનવતાનું ઉદાહરણ આપ્યું હતું.

એટલું જ નહીં પણ રોડ પર લોહીના ખાબોચિયા માં પડેલા બન્ને ઇજાગ્રસ્ત યુવાનોને 108ની મદદથી સારવાર માટે સિવિલ મોકલી પરિવાર ને જાણ કરી હતી. પ્રિન્સ બોરડે કહ્યું હતું કે આ તો માનવતાનું કામ કહેવાય, ઘટના મારી અને મારા મિત્રોની નજર સામે બની હતી. ટ્રક ચાલકને ભાગતા જોઈ પીછો કરવા મિત્રોને મોકલ્યા હતા. ઇજાગ્રસ્ત બન્ને પિતરાઈ ભાઈઓ હોવાનું અને એક એન્જિનયરનો અભ્યાસ પૂરો કરી માસ્ટર કરવા વિદેશ જવાની તૈયારી કરતો હોવાનું સામે આવ્યું છે.

મેહુલ વાલદોરીયા (સંબંધી) એ જણાવ્યું ONGC અકસ્માત કેસ વાળા બને ઇજાગ્રસ્તો આપણા પરિવારના છે. હેમીલ મનસુખભાઇ પીપળીયા ઉ.વ. 22 (રહે યોગી ચોક વરાછા) એ હાલમાં જ એન્જીનયરીંગનો અભ્યાસ પૂરો કરી માસ્ટરની તૈયારી કરી રહ્યો છે. બે ભાઈઓમાં હેમીલ મોટો દીકરો છે. પિતા સિલાઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૂળ ગીર સોમનાથના રહેવાસી છે. આજે માસ્ટર કરવા વિદેશ જવા માટે ની તૈયારી ના ભાગ રૂપે પેપર વર્ક માટે ઘરેથી કાકા જોડે નીકળ્યો હતો. જોકે થોડા સમયમાં જ અકસ્માત થયો હોવાની જાણ થઈ હતી.

વધુમાં જણાવ્યું હતું કે અકસ્માતમાં ઘવાયેલા બીજા ભાઈ હેમીલના કાકા કહો કે પિતરાઈ ભાઈ હરેશભાઇ છે. તેઓ રત્નકલાકાર છે. તેઓ પરિણીત છે અને બે દીકરીઓ ના પિતા છે. હાલ બન્ને ની હાલત ગંભીર હોવાનું સિવિલના તબીબ કહી રહ્યા છે.

Most Popular

To Top