SURAT

સંકટમાં સૂરતના વણકરો! Google Surveyનો સહારો લઈ ઉદ્યોગ બચાવવાની કોશિશ

સૂરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં વધતા સંકટ વચ્ચે હવે વણકરો (Weavers)એ અનોખો રસ્તો અપનાવ્યો છે. ઉદ્યોગમાં ઘટતી માંગ, વધતા ખર્ચ અને મજૂરોની અછત વચ્ચે હવે વણકરો Google Survey મારફતે હાલની સ્થિતિ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કાપડ ઉદ્માયોગકારો પાસે થી મળતી માહિતી મુજબ, વિવિધ વણકર એસોસિએશનો દ્વારા Google આધારિત સર્વે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ઉદ્યોગકારો, વેપારીઓ અને કામદારોની સ્થિતિ વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ સર્વેનો હેતુ ઉદ્યોગમાં ચાલી રહેલી વાસ્તવિક પરિસ્થિતિને સમજવો અને આગળના પગલાં માટે યોગ્ય નિર્ણય લેવાનો છે.
સૂરત ટેક્સટાઈલ ઉદ્યોગ હાલ બહુવિધ સંકટનો સામનો કરી રહ્યો છે. કાચા માલના વધતા ભાવ, ગેસ અને વીજળીના ખર્ચમાં વધારો તેમજ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓના કારણે સપ્લાય ચેઇન પર અસર પડી છે. તેના કારણે ઉત્પાદન ખર્ચમાં ભારે વધારો થયો છે.

તે ઉપરાંત, મજૂરોની અછત પણ ઉદ્યોગ માટે મોટી સમસ્યા બની ગઈ છે. ઘણા મજૂરો પોતાના વતનમાં પરત ફરી ગયા છે, જેના કારણે મિલોમાં ઉત્પાદન ઘટ્યું છે.

ઉદ્યોગકારોનું માનવું છે કે હાલની પરિસ્થિતિમાં યોગ્ય ડેટા વિના નિર્ણય લેવો મુશ્કેલ છે. તેથી Google Survey દ્વારા મળતી માહિતીના આધારે ઉત્પાદન ઘટાડવું, મિલો બંધ રાખવી કે અન્ય પગલાં લેવા અંગે વિચારણા કરવામાં આવશે. આ પહેલથી ઉદ્યોગને રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે નિષ્ણાતોનું કહેવું છે કે જો વૈશ્વિક પરિસ્થિતિ અને ખર્ચનો દબાણ યથાવત રહેશે, તો આવનારા સમયમાં વધુ ગંભીર અસર જોવા મળી શકે છે.

Most Popular

To Top